Team India: ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વન-ડે સીરિઝમાંથી રોહિત-કોહલીની છૂટી

Team India: ઝિમ્બાબ્વે સામે 3 મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધવને વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સીરિઝમાં પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી.

Team India: ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વન-ડે સીરિઝમાંથી રોહિત-કોહલીની છૂટી

Team India: ઝિમ્બાબ્વે સામે વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ હિસ્સો નથી. તેમને આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ફાસ્ટ બોલર દીપક ચહર પણ ઘણા સમય બાદ ટીમમાં પરત ફર્યો છે.

ઝિમ્બાબ્વે સામે 3 વન-ડે માટે ભારતીય ટીમ
શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાઝ, દીપક ચહર.

— BCCI (@BCCI) July 30, 2022

રાહુલ ત્રિપાઠી પણ ટીમમાં
રાહુલ ત્રિપાઠીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્યારે રસપ્રદ વાત એવી છે કે, જો રાહુલ ત્રિપાઠીને રમવાની તક મળશે તો તેનું પ્રદર્શન કેવું રહેશે. દીપક ચહરની વાપસીનો અર્થ છે કે આ ખેલાડી સંપૂર્ણ રીતે ફીટ થઈ ગયો છે. ચહર માટે પોતની ફિટનેસ સાબિત કરવા માટે આ મહત્વની સીરિઝ હશે. તે એશિયા કપ પણ રમવાની આશા રાખશે. જેથી તે વર્લ્ડ કપ માટે ટીમમાં જગ્યા મેળવવાનો દાવો કરી શકે. ઉલ્લેખનીય છે કે ઇજાના કારણે ચહર આઇપીએલ 2022 ની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news