Heart Transplant: બે વાર મોતને ભેટી જીવતો થયો શખ્સ! હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલા GF ને કર્યું પ્રપોઝ; આ વાતનો હતો ભય

Viral News: ઘણી વખત આપણી સામે એવા કિસ્સા આવે છે જે જાણીને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. ત્યારે આવો એક કિસ્સો બન્યો છે જે જાણીને તમને લાગશે આવુ પણ બની શકે ખરી.

Heart Transplant: બે વાર મોતને ભેટી જીવતો થયો શખ્સ! હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલા GF ને કર્યું પ્રપોઝ; આ વાતનો હતો ભય

Man Proposes Girlfriend Before Heart Transplant: દુનિયાભરમાંથી ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને આપણે વિચારમાં પડી જઈએ છીએ કે, શું ખરેખરમાં આવું બને છે. ત્યારે આવો જ એક કિસ્સા વિશે અમે તમને જણાવી રહ્યા છીએ જે જાણીને તમને નવાઈ લાગશે. આ કિસ્સો એક ફૂટબોલ ખેલાડીનો છે. જેની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થવાની હતી. જો કે, સર્જરી સમયે તેનું બે વખત મોત થયું હતું. આ ખેલાડીએ સર્જરી પહેલા જ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.

યુવકે સર્જરી પહેલા ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ
ધ મિરરમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, આ ફૂટબોલ ખેલાડીનું નામ બ્રુકલિન પીકમેન છે. તે 20 વર્ષનો છે. હાર્ટ એટેક આવતા ટેકનિકલી 17 મીનિટ માટે બ્રુકલિનનું મોત થયું હતું. જો કે ત્યારબાદ જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન તે કોમામાં જતો રહ્યો હતો. હાર્ટ એટેક આવતા ડોક્ટરે કહ્યું કે, બ્રુકલિનનું આપરેશન કરી હાર્ટ ટ્રાન્સપ્લાનટ કરવું પડશે. જેના કારણે તે વધારે ગભરાઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, બ્રુકલિન પીકમેનની ગર્લફ્રેન્ડ 18 વર્ષની છે. તેનું નામ એલી સ્પેંસર છે. એલી સ્પેંસર ઘણા સમયથી બ્રુકલિન અને તેની માતા સાથે તેના ઘર પર જ રહે છે. બ્રુકલિન એલીને ખુબ જ પ્રેમ કરે છે. બીમારી દરમિયાન એલીએ બ્રુકલિનનો સાથે આપ્યો અને બ્રુકલિને ઓપરેશન પહેલા એલીને પ્રપોઝ કર્યું.

બ્રુકલિને કહ્યું કે, જ્યારે મને કહેવામાં આવ્યું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે ત્યારે મેં એલીને કહ્યું કે આપણે સગાઈ કરી લઇએ. ક્યાંક એવું ના બને કે મારું નવું દીલ તને પ્રેન ના કરે અથવા નવા દીલમાં જુના દીલ જેટલો તારા માટે પ્રેમ ના હોય. તેણે વધુમાં કહ્યું કે, આપરેશન પહેલા તે ખુબ જ ગભરાયેલો હતો. તે એલીને તેની પત્ની બનાવવા માંગોત હતો.

ઉલ્લેખનીય છે કે, બ્રુકલિન Prestatyn Town માટે ફૂટબોલ રમતો હતો. તેને જન્મ સમયથી જ હાર્ટની બીમારી હતી. જન્મના એક દિવસની અંદર તેના બે ઓપરેશન થયા હતા. તેના હાર્ટની બે મુખ્ય રક્ત વાહિનીઓ ખોટી રીતે ગોઠવાયેલી હતી, જેના કારણે બ્લડ ખોટી દિશાઓમાં વહી રહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news