Luana Andrade: લાખો લોકોના હાર્ટ ફેલ કરનાર 29 વર્ષીય Luana Andradeને આવી ગયો હાર્ટએટેક, સર્જરીમાં જ થયું મોત

Luana Andrade Death:બ્રાઝિલની મોડલ લુઆના એન્ડ્રેડનું 29 વર્ષની વયે અવસાન થયું. તે બ્રાઝિલમાં પ્રભાવશાળી મહિલા હતી. અભિનેત્રી બ્રાઝિલિયન ટીવી શો ડોમિંગો લીગલમાં સ્ટેજ સહાયક તરીકે જાણીતી હતી.

Luana Andrade: લાખો લોકોના હાર્ટ ફેલ કરનાર 29 વર્ષીય Luana Andradeને આવી ગયો હાર્ટએટેક, સર્જરીમાં જ થયું મોત

Luana Andrade Death: 29 વર્ષની અભિનેત્રી અને બ્રાઝિલિયન મોડલ લુઆના એન્ડ્રેડ હવે નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિપોસક્શન સર્જરી દરમિયાન તેને ચાર હાર્ટ એટેક આવ્યા હતા. તે સાઓ પાઉલોની રહેવાસી હતી. બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર સહિત અનેક જાણીતી હસ્તીઓએ લુઆના એન્ડ્રેડના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે.

હોસ્પિટલમાં મૃત્યુ થયું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુઆના એન્ડ્રેડનું સાન લુઇસ હોસ્પિટલમાં લિપોસક્શન સર્જરી દરમિયાન મૃત્યુ થયું હતું. કોસ્મેટિક સર્જરી દરમિયાન, એન્ડ્રેડને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે સર્જરી અટકાવી દેવામાં આવી. સવારે 5:30 વાગ્યે તેમનું અવસાન થયું.

હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું હતું
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ હોસ્પિટલે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે સર્જરીમાં વિક્ષેપ પડ્યો હતો અને પરીક્ષણોમાં "મેસિવ પલ્મોનરી એમ્બોલિઝમ" હોવાનું બહાર આવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લુઆનાને ICUમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને દવા અને હેમોડાયનેમિક સારવાર આપવામાં આવી હતી."

ડોક્ટરોએ શું કહ્યું?
"સર્જન ડીઓવાન રુઆરોના જણાવ્યા મુજબ, લુઆના એન્ડ્રેડની તબિયત ચેકઅપ દરમિયાન સારી હતી." તેમણે આગળ કહ્યું, "સર્જરી પહેલાં પૂર્ણ તપાસ કરવામાં આવી હતી, જો કે, કમનસીબે અમે તેને બચાવી શક્યા નહીં, જેનું અમને દુઃખ છે." તેમણે કહ્યું કે લિપોસક્શન પ્રક્રિયામાં આવી ઘટનાઓ ક્યારેક બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news