'કોન્ડોમ કિંગ'ના નામથી જાણીતો છે આ વ્યક્તિ, રાજાની જેમ તૈયાર થઈ ફ્રીમાં વેચે છે નિરોધ
આફ્રિકામાં રહેતા આ વ્યક્તિને કોન્ડોમ કિંગના નામથી ઓળખવામાં આવે છે. તે પોતાના દેશમાં એચઆઈવીને લઈને લોકોને જાગરૂત કરે છે અને કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. સાથે લોકોને ફ્રીમાં કોન્ડોમ વેચે છે.
Trending Photos
નાઇરોબીઃ દુનિયા માટે જનસંખ્યા નિયંત્રણ (Population Control) એક જરૂરી મુદ્દો છે. તે માટે અનેક દેશ જરૂરી પગલાં ભરી રહ્યાં છે. તેમ છતાં કોઈ ખાસ ફરક પડી રહ્યો નથી. તેનું મુખ્ય કારણ લોકોની અંદર જાગરૂકતાનો અભાવ અને નિરોધ (Condom) કોન્ડોમને લઈને અજ્ઞાનતા છે. લોકો આવા મુદ્દા પર ખુલ્લીને વાત કરવા ઈચ્છતા નથી. આજે પણ કોન્ડોમને લઈને લોકોમાં સંકોચ છે. તેવામાં કેન્યાનો એક વ્યક્તિ આજે પણ દેશભરમાં લોકોને જાગરૂત કરવા માટે ફ્રીમાં કોન્ડોમ આપે છે.
આજે પણ કોન્ડોમને લઈને સંકોચ રાખે છે લોકો
નેશનલ હેલ્થ સ્ટેટિસ્કિક (National Health Statistics) ના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2011થી 2015માં 15થી 44 વર્ષના પુરૂષોમાં માત્ર 33.7% લોકો જ કોન્ડોમનો ઉપયોગ કરતા હતા. તેવામાં કોન્ડોમને લઈને હજુ લોકોના મનમાં આશંકા છે. પરંતુ કેન્યાના એક વ્યક્તિ લોકોની અંદરથી કોન્ડોમને લઈને શરમ અને સંકોચ દૂર કરવાનું કામ કરી રહ્યો છે.
આફ્રિકાનો કોન્ડોમ કિંમ'
BBC ના એક રિપોર્ટ અનુસાર કેન્યામાં રહેતા સ્ટૈન્લી ગારા (Stanley Ngara) કોન્ડોમ કિંગના નામથી ફેમસ છે. ગારા પોતાના દેશમાં લોકોને કોન્ડોમ (Man gives free condoms to people) ફ્રીમાં આપે છે. તે નાઇરોબીના શેરીઓમાં ફરીને જરૂરીયાતમંદ લોકોને નિરોધ વેચે છે. આવું તે એક અભિયાન હેઠળ કરી રહ્યો છે.
કોન્ડોમ માટે જાગરૂકતા ફેલાવવી જરૂરી
સ્ટૈન્લી આફ્રિકાના લોકોમાં નિરોધને લઈને જાગરૂકતા ફેલાવવા ઈચ્છે છે. આફ્રિકામાં દર વર્ષે લાખો લોકો એસઆઈવી (HIV) બીમારીનો શિકાર થાય છે. તેના કારણે ઘણા લોકોના મોત થાય છે. મહત્વનું છે કે ઘણા વર્ષ પહેલા તેના એક ગાઢ મિત્રનું એચઆઈવીને કારણે મોત થયું હતું. ત્યારથી તે દરરોજ રાજાની જેમ તૈયાર થાય છે અને લોકોને રસ્તા પર ફ્રીમાં કોન્ડોમ આપે છે.
યૌન સંબંધ શરમનો વિષય નથી
તે કેન્યાના રસ્તા પર ફરતા લોકોને નિરોધ માટે જાગરૂત કરે છે સાથે એચઆઈવી બીમારી વિશે જણાવે છે અને એબોર્શનની મુશ્કેલી વિશે પણ માહિતી આપે છે. તેનું માનવું છે કે કોન્ડોમનો ઉપયોગ કરવો કોઈ શરમનો મુદ્દો નથી, પરંતુ તે વિશે ખુલ્લીને વાત કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે