લો બોલો! પોરબંદરના નાયબ મામલતદાર રાત્રે ઘરે ગયા ત્યારે પુરૂષ હતા અને સવારે આવ્યા તો છોકરી થઇ ગયા
ગુજરાતમાં ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરાવ્યા બાદ લોકો હવે ખૂલીને આગળ આવી રહ્યાં છે. સુરતના કિસ્સા બાદ હવે પોરબંદરમાં પણ જન્મથી જ વિજાતીય અનુભૂતિને પગલે બે વ્યક્તિએ મેડીકલ સર્જરી કરાવી જાતિ બદલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તો પોરબંદરના નાયબ મામલતદાર પણ છે. જેમણે મેડીકલ સર્જરી કરાવી તેવો પૂરુષમાંથી સ્ત્રી બની ગયા છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર : ગુજરાતમાં ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરાવ્યા બાદ લોકો હવે ખૂલીને આગળ આવી રહ્યાં છે. સુરતના કિસ્સા બાદ હવે પોરબંદરમાં પણ જન્મથી જ વિજાતીય અનુભૂતિને પગલે બે વ્યક્તિએ મેડીકલ સર્જરી કરાવી જાતિ બદલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક તો પોરબંદરના નાયબ મામલતદાર પણ છે. જેમણે મેડીકલ સર્જરી કરાવી તેવો પૂરુષમાંથી સ્ત્રી બની ગયા છે.
પોરબંદરના રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા નાનપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતા હતા. જો કે આ બાબતે કંઈ સમજાય એ પહેલા સામાજિક રીત રિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા. એ લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો. જો કે સ્ત્રી હોવા અંગેની અનુભૂતિને લીધે લગ્ન જીવન ખરાબ થઈ ગયું હતું. છૂટાછેડા થયા બાદ તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો. જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી છે. પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. હાલમાં તેમની હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આગામી સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે.
બીજો કિસ્સો છે પોરબંદરની જ 29 વર્ષીય ખુશ્બૂ કક્કડનો. જે 6 વર્ષની ઉંમરથી પોતે છોકરી હોવા છતાં છોકરો હોય એવી તેની અનુભૂતિ થવા લાગી હતી. તેના લીધે તેની ઉંમર 13 વર્ષની થઈ ત્યારે તેને મનોમન નક્કી કરી લીધું કે મારે યુવતીમાંથી યુવક બની જવું છે. ગત વર્ષે તેણે પણ આ અંગેની વહીવટી તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી. હવે તે ખુશ્બૂમાંથી આદિત્ય નામનો યુવાન બની ગયો છે. ખુશ્બૂને યુવક બનવું હતું અને એના માટે તેણે ગત 27 ઓક્ટોબર 2020 ના રોજ દિલ્હી ખાતે પ્રથમ સર્જરી કરાવી હતી. આ પ્રથમ સર્જરીમાં આ યુવતીની ચેસ્ટનું ઓપરેશન કરી યુવક જેવી તબદીલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમની પણ હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આગામી સમયમાં તેના સ્ત્રીના પ્રજનન અવયવમાથી કૃત્રિમ પુરુષના પ્રજનન અવયવમાં તબદીલ કરવાની સર્જરી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019 મા ટ્રાન્સજેન્ડર અંગે કાયદો બનાવ્યા બાદ લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ હવે ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરવતા લોકો ખૂલીને સામે આવી રહ્યાં છે. જેમાં સુરતની અલીશાને રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન તરીકે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોરબંદરની બીજલ મહેતા અને આદિત્ય ક્કકડને પણ ઓપરેશન બાદ કાયદાકીય રીતે ટ્રાન્સજેન્ડર તરીકે માન્યતા પ્રાપ્ત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે