હજારો વર્ષો પહેલાં કઈ રીતે લખાતું હતું લખાણ, જાણો કલમનો કમાલનો ઈતિહાસ

​પેન લાંબા સમયથી વર્ગ, શક્તિ અને પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે. ટૂંકમાં, પેન કોઈની યોગ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને આધુનિક સમાજમાં પેન એક અદૃશ્ય શીર્ષક પ્રદાન કરે છે. બહોત તેજ હૈ ઈસ કલમ કી ધાર મેં, ઈસે મિટા દે ઈતની શક્તિ નહીં કિસી શસ્ત્ર કે પ્રહાર મેં...

હજારો વર્ષો પહેલાં કઈ રીતે લખાતું હતું લખાણ, જાણો કલમનો કમાલનો ઈતિહાસ

યશ કંસારા, અમદાવાદઃ નફરતોં કા સર કલમ કરના હૈ મુજે, શમશીર સે નહીં કલમ સે હીં યે કલમ હો...દુનિયામાં કલમનો ઈતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે. પેન (PEN) એ મૂળતઃ લેટિન શબ્દ PINNA (Feather = પીંછું) પરથી આવેલો શબ્દ છે. ઈસુ પૂર્વે 3000 વર્ષ પહેલાં ઈજિપ્તિયનો પાતળી રીડ પીંછીઓથી પેપીરસ સ્ક્રોલ પર લખાણ કરતા હતા. રાજવંશીઓ ચર્મપત્ર પર લખવા માટે તેનો ઉપયોગ કરતા હતા. રીડ પેન ધીમેધીમે આશરે 7મી સદીમાં દાંડીઓથી બનાવવામાં આવી. જે લગભગ ઈ.સ.100 પૂર્વે સુધી વપરાતી હતી. આ સ્ક્રોલ પક્ષીના પીંછાં અથવા દાંડીઓના ઉપયોગ દ્વારા હીબ્રૂ ભાષામાં લખાઈ હતી.

 

રોમન સામ્રાજ્યમાં પેન?
રોમન સામ્રાજ્યના પતન બાદ યૂરોપિયનોને ઘાસના મેદાનોમાં છુપાયેલા પીંછાં મેળવવામાં મુશ્કેલી પડી હતી. એટલે એમણે વચલો રસ્તો કાઢતાં દાંડીઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ક્વિલ પેનનો ઉપયોગ પહેલી વાર 18મી સદીમાં થયો હતો. ઈ.સ. 1787મા યુનાઈટેડ સ્ટેટ્સનું બંધારણ લખી અને એના ઉપર સહી કરવા માટે ક્વિલ પેનનો ઉપયોગ થયો હતો. ક્વિલ પેનના એક ખૂણા પર રીડ ઓવરને કાપવામાં આવતી અને કટ વિરૂદ્ધ એક ચીરો કરવામાં આવતો હતો. ગ્રીકોએ કરેલી શોધ બાદ 2000 વર્ષ પછી રીડ પેનમાં આવો મહત્ત્વનો બદલાવ કરવામાં આવ્યો હતો. ઈ.સ. 1792મા 'ધ ટાઈમ્સ'માં આ મેટલ પેનની નવા ઈનવેન્શન તરીકે નોંધ પણ લેવાઈ હતી. માઈકલ ફીનલેના "Western Writing Instruments" મુજબ દુનિયાની સૌથી જુની ફાઉન્ટન પેનની શોધ ઈ.સ. 1702મા ફ્રાન્સના રાજાના સંશાધન ડિઝાઈનર એમ.બીયોને કરેલી. એ પછી 1803માં મેટલ પેનની પેટન્ટ કરવામાં આવી હતી. લગભગ 19મી સદીમાં ફાઉન્ટન પેનનો ઉપયોગ એક્સ્ટ્રીમ લેવલે થયેલો. એ સમયે રાજવી પરીવારના લોકો માટે તેમજ ધનવાનો માટે એ પેન સ્ટેટસ સિમ્બોલ બની હતી. યૂરોપમાં એ પેનોનું ખૂબ ચલણ હતું ત્યાં ભારતના રાજા-મહારાજાઓ હાથીદાંતમાંથી બનાવેલી અને જાતજાતના રત્નોથી જડેલી ફાઉન્ટન પેન વાપરતા હતા. જે પેનો હવે એન્ટીક ફાઉન્ટન પેનના અવશેષ તરીકે વિવિધ રોયલ મ્યૂઝિયમ્સની શોભા વધારે છે.

 

ભારતમાં પેનનો ઈતિહાસ
લગભગ 1945મા પહેલી વખત ભારતમાં પેન બજારમાં મૂકાઈ હતી. જેનો શ્રેય કેમલ કંપનીના ફાળે જાય છે. ત્યાર પછી તો રેનોલ્ડ, પાર્કર, મોન્ટ બ્લાન્ક  જેવી અનેક દેશી-વિદેશી કંપનીઓ આવતી રહી. ભારતમાં પાર્કર 51નો પણ એક જમાનો હતો. આજે પણ ભારતમાં પચાસેક જેટલી બ્રાન્ડ્સ પેન માર્કેટમાં એકમેકની તંદુરસ્ત સ્પર્ધા કરી રહી છે. જેમાં સીઅફેર, ક્રોસ, પાર્કર, વૉટરમેન, લેમી, યુનીબોલ, મર્સિડીસ, ફીશર, લક્સર, ગોલ્ડમેટ, જીએમ પેન, હીરો, રૉટોમેક, સ્ટીક, ફ્લેર જેવી અનેક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

 

પહેલાંના જમાનામાં રાજાઓ ખરા અર્થમાં હતા 'રાતના રાજા' જાણો કેવી રીતે 100-100 રાણીને આપતા હતા 'સુખ'

કેટલા પ્રકારની હોય છે પેન?
1. ફાઉન્ટેન પેન
ફાઉન્ટેન પેનની જે ટીપ હોઈ તેને નીબ કહેવામાં આવે છે. ફાઉન્ટેન પેનમાં શાહીનો ઉપયોગ થાય છે. આ પ્રકારની પેનમાં શાહી ભરવામાં આવે છે. ફાઉન્ટેન પેનના અલગ-અલગ હોય છે. કેટલીક પેન નીબથી અલગ, હોઈ કેટલીક પેનમાં ડિસ્પોઝીબલ રીર્ઝવર હોય તો કેટલાકમાં રિફીલેબલ રીર્ઝવર હોય છે. રીર્ઝવરમાં શાહી ભરવાની હોઈ છે જ્યાંથી શાહી ફ્લો થઈને નીબ સુધી પહોંચે છે અને તેનાથી આપણે લખી શક્યે છે. હાલના સમયમાં ફાઉન્ટેન પેન કેલિગ્રાફી માટે મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.

2. બોલ પોઈન્ટ પેન
બોલ પોઈન્ટ પેન અલગ-અલગ પ્રકારવી હોય છે. બોલ પોઈન્ટ પેનમાં જ્યાં લખવાનો ભાગ હોય ત્યાં એક બોલ હોઈ છે. જે બ્રાસ, સ્ટીલ અથવા ટંગસ્ટનનો બનેલો હોય છે. આ જે બોલ હોઈ છે તે રોટેટ કરે છે જેના કારણે પેનમાં જે શાહી હોઈ છે તે બહાર આવે છે. બોલ પોઈન્ટ પેન સસ્તાથી લઈને ખૂબ મોંઘી આવે છે.

3. રોલરબોલ પેન
રોલરબોલ પેન પણ બોલ પોઈન્ટ પેન જેવી જ હોઈ છે. આ પેનોમાં વોટર બેઝ શાહી વાપરવામાં આવે છે. આ પેનની શાહી જલ્દી સુકાઈ છે અને આ પેનની ટીપ ખૂબ જ સરળતાથી પેપર પર ફરે છે. રોલરબોલ પેનમાં પણ અલગ-અલગ પ્રકારની હોઈ છે.

 

દુનિયાની 5 ફેમસ પેનની કંપનીઓ
1. પાર્કર પેન
1988માં પાર્કર કંપનીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ આ પેન સ્કુલોથી લઈને ઓફીસો સુધી પહોંચી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પાર્કર પેન ખરીદે છે. ત્યારે, તેની લાગણી જ અલગ હોઈ છે. પાર્કર કંપનીએ અત્યાર સુધી અલગ-અલદ પેનો બનાવી છે. અને તેમાંથી પાર્કર 100 એક સૌધી લોકપ્રિય પેન બની હતી. પાર્કર કંપની જોટર પેન, વેક્ટર પેન, પાર્કર IM, અર્બન પેન, સોનેટ પેન, પાર્કર પ્રિમીયમ જેવી પેનો બનાવી ચુકી છે.

2. મોન્ટ બ્લેન્ક પેન
આ જર્મન કંપની પોતાની લકઝરીયસ્ અને મોંઘી પેનો માટે નામના મેળવી ચુકી છે. મોન્ટ બ્લેન્ક કંપનીની સ્થાપના 1906માં થઈ હતી અને તેનું નામ એલ્પરના પહાડો પરથી પડી છે.

3. ક્રોસ પેન
THE A.T. CROSS કંપની અમેરિકાની છે અને આ કંપની 1846માં સ્થપાઈ હતી. આ કંપની 1970થી વાઈટ હાઉસમાં પેન સપ્લાઈ કરે છે. આ મિટીયન ડોલર કંપની માત્ર પેન નહીં પણ વોચ, નોટ પેડ્સ સહિત અનેકો વસ્તુ બનાવે છે.

4. શિફર પેન (Sheaffer)
આ પેન કંપનીએ પોતાની ઓરીજનાલીટી વર્ષોથી મેન્ટેન કરી રાખી છે. આ પેન બહુ જ રેર કેસમાં જોવા મળે છે. આ કંપની માત્રને માત્ર ફાઉન્ટેન પેન જ બનાવે છે. અને આ કંપનીની ટેગલાઈન છે, 'fills instantly from any inkwell, with one touch of a finger. Cleans automatically when filling'. જેનો મતલબ છે કે આ પેનમાં સહી એક જ વારમાં ભરાઈ છે અને જાતે જ સાહી પણ તેની રીઝર્વરમાંથી સાફ થઈ જાય છે.

5. પાયલોટ
1915થી આ જાપાનીઝ કંપની પેન બનાવે. પાયલોટ કંપની માત્ર પેન જ નહીં પણ દરેક પ્રકારની સ્ટેશનરી આઈટમ બનાવે છે. પાયલટ કંપની જાપાનમાં તો ફેસમ છે જ, પણ દેશના અનેક ખુણાઓમાં આ પેન કંપનીએ પોતાનું નામ કર્યું છે.


1. નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી પેનના ખૂબ જ શોખીન છે. એક ચર્ચા મુજબ PM મોદી પાસે ફાઉન્ટેન પેનનું મોટું કલેક્શન છે. હાલમાં, PM મોદી મોન્ટ બ્લેન્ક કંપનીની પેન વાપરે છે. અને તેની કિંમત 1 લાખ 30 હજાર છે.

2. ડોનાલ્ડ ટ્રમ્પ
વર્ષોથી A.T. ક્રોસ કંપની અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પેન સપલાઈ કરે છે. અને આ કંપની દરેક પ્રેસીડન્ટ માટે સ્પેશિયલ પેન તૈયાર કરતી હાઈ છે. પરંતુ, ટ્રમ્પ AT ક્રોસની નહીં પણ શાર્પી કંપનીની પેનનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ વિશેષ પેન પર ડોનાલ્ડ ટ્રમ્પના સિગ્નેચર પણ કોતરવામાં આવ્યા છે.

3. એલબર્ટ આઈન્સટાઈન
એલબર્ટ આઈન્સટાઈન એક મહાન સાયનટીસ્ટ હતા અને તેમની પેનની કંપની પણ એટલી જ ખાસ હતી. આઈનસ્ટાઈન ફ્રાન્સની પેલીકેન 100N કંપનીની પેન વાપરતા. આ પેનમાંથી સહી હાથમાં નહોતી લાગતી એટલે તેમને આ પેન વાપરવાનું ગમતું હતું અને તેમનો સમય નહોતો બગડતો વારંવાર પોતાના હાથ સાફ કરવામાં.

4. સીલવેસ્ટર સ્ટેલોન
સીલવેસ્ટર સ્ટેલોનને કોણ નથી ઓળખતું દરેક દેશના લોકો સ્ટેલોનને એક ફાઈટર તરીકે ઓળખે છે. સ્ટેલોનને પેન માટે બહુ પ્રેમ છે અને તેમની ફેવરિટ પેનની કંપની છે મોન્ટેગ્રાપા (Montegrappa). સ્ટેલોનને આ કંપનીની પેન એટલી ગમે છે કે તે આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

5. વોલ્ટ ડિઝની
એક માણસ જેણે દરેક બાળકોનું બાળપણ સારૂ કર્યું છે. તે વોલ્ટ ડિઝની પેનના પણ શોખીન હતા. વોલ્ટ ડિઝની શીફર કંપનીની પેન વાપરતા. જેના કારણે શીફર કંપનીએ વોલ્ટ ડિઝની એડિશનની ફાઉન્ટેન પેન બનાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news