Kabul એરપોર્ટના આ Video જોઈ દુનિયા હચમચી, પ્લેન માટે મારામારી, એકબીજા પર આ રીતે ચડી ગયા લોકો
તમે એવી કેટલીય તસવીરો જોઈ હશે જેમાં ટ્રેનોમાં ખચાખચ ભીડ હોય છે અને લોકો ડબ્બામાંથી બહાર લટકેલા હોય છે. છત પર બેઠા હોય છે. આવો જ કઈક નજારો કાબુલ એરપોર્ટ પર જોવા મળ્યો.
Trending Photos
નવી દિલ્હી: તમે એવી કેટલીય તસવીરો જોઈ હશે જેમાં ટ્રેનોમાં ખચાખચ ભીડ હોય છે અને લોકો ડબ્બામાંથી બહાર લટકેલા હોય છે. છત પર બેઠા હોય છે. આવો જ કઈક નજારો કાબુલ એરપોર્ટ પર જોવા મળ્યો. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા અને રાષ્ટ્રપતિ અશરફ ગનીના શાસને જે રીતે ઘૂંટણિયા ટેક્યા ત્યારબાદ અફઘાનિસ્તાનની સ્થિતિ ખુબ ડરામણી અને ભયાનક છે. તાલિબાનનો કબ્જો લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર થઈ ગયો છે. બચવા માટે એરપોર્ટ જ એક સહારો છે. પરિણામે દરેક જણ એરપોર્ટ પહોંચવાની કોશિશમાં છે. હાલાત એટલા બગડી ગયા છે કે એક સમયે તો એરપોર્ટ પર પગ મૂકવાની જગ્યા નહતી.
રડવું આવે તેવી સ્થિતિ
તાલિબાને ભરોસો અપાવ્યો કે કાબુલમાં રહેલા રાજનયિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ આમ છતાં તાલિબાનનો ડર એ હદે લોકો પર હાવી છે કે તેની અસર કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી. કાબુલ એરપોર્ટ પર અફડાતફડીનો માહોલ છે. લોકો અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ હાલમાં ફ્લાઈટમાં ચઢવા માટે બેચેન જોવા મળ્યા. આ બાજુ નાટો દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલ પર તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની ઉડાણો સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે ફક્ત મિલેટ્રી માટે થશે.
This is, perhaps, one of the saddest images I've seen from #Afghanistan. A people who are desperate and abandoned. No aid agencies, no UN, no government. Nothing. pic.twitter.com/LCeDEOR3lR
— Nicola Careem (@NicolaCareem) August 16, 2021
કોઈ પણ ભોગે નીકળવા માંગે છે લોકો
અફઘાનિસ્તાનને લઈને સમગ્ર દુનિયાને જે ડર હતો તે ડર આખરે રવિવારે સાચો પડ્યો. કાબુલ પર કબ્જા સાથે અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનનું શાસન થઈ ગયું ગયું. તાલિબાન રિટર્ન્સ ના કારણે કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં ત્રાહિમામની સ્થિતિ છે. લોકો કોઈ પણ ભોગે ત્યાંથી ભાગવા માંગે છે. આ લોકોની મદદે કોઈ એજન્સી કે સંસ્થા ત્યાં હાજર નથી. લોકો કોઈ પણ રીતે આ હુકુમતથી બચવા માંગે છે જેણે આતંકના ખૌફનાક ચહેરાને રૂબરૂ કરાવ્યો. અફઘાનની જનતા તે દિવસો ફરીથી જીવવા માંગતી નથી. આ જ કારણ છે કે જ્યારે તાલિબાનનો કબ્જો વધ્યો તો જે નીકળી શકતા હતા તેમણે બિસ્તરા પોટલા બાંધવાના શરૂ કરી દીધા. છેલ્લા કેટલાક સમયથી પલાયનનો દોર ચાલુ છે.
રસ્તાઓ પર આમ તેમ ભાગી રહ્યા છે લોકો
It’s morning in Kabul and Afghanis are running to the airport that the US claims to have secured, as Taliban can be heard firing rifles behind them. Unbelievable footage#Afganistanpic.twitter.com/I8z0mRimPw
— Rajveer Shahi 🇮🇳 (@RajveerShahi70) August 16, 2021
કાબુલમાં ચારેબાજુ દહેશત અને તાલિબાનના ખૌફનું સામ્રાજ્ય
Taliban insurgents returned to power in Kabul after a military advance across Afghanistan as U.S-led forces departed and Western nations stepped up efforts to evacuate their citizens https://t.co/neLGwEacbC pic.twitter.com/CIi2paateI
— Reuters (@Reuters) August 16, 2021
It’s morning in Kabul and Afghanis are running to the airport that the US claims to have secured, as Taliban can be heard firing rifles behind them. Unbelievable footage#Afganistanpic.twitter.com/I8z0mRimPw
— Rajveer Shahi 🇮🇳 (@RajveerShahi70) August 16, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે