Oscars 2020: બહુચર્ચિત ફિલ્મ ‘જોકર’ના Joaquin Phoenixને મળ્યો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મી દુનિયાના તમામ લોકોની નજર આજે ઓસ્કાર એવોર્ડના વિજેતાઓના નામ પર છે. ગત રાત્રે શરૂ થયેલા '92nd Academy Awards (Oscars 2020)'માં જેમ જેમ એક એક એવોર્ડીનું નામ જાહેર થાય છે, તેમ તેમ લોકોના ધબકારા વધી રહ્યાં છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે બેસ્ટ એક્ટરના નામની જાહેરાત થઈ છે. આ વર્ષનો બેસ્ટ એક્ટરનો ખિતાબ બહુચર્ચિત ફિલ્મ ‘જોકર’ (Jokar) ના એક્ટર વોકીન ફોનિક્સ (Joaquin Phoenix) ને મળ્યો છે.
સૌથી ટોચના ગણાતા ઓસ્કાર એવોર્ડની થઈ જાહેરાત, જુઓ કોને કોને મળ્યો....
#Oscars Moment: Joaquin Phoenix wins Best Actor for his work in @jokermovie. pic.twitter.com/M8ryZGKGHV
— The Academy (@TheAcademy) February 10, 2020
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ લોરા ડર્ન અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ બ્રાડ પિટે જીત્યો છે. તો બીજા નામ પણ સામે આવી રહ્યાં છે. તો બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ કોરિયન ફિલ્મમેકર બોન્ગ જૂન હોને તેમની બહુચર્ચિત ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે મળ્યો છે. સાઉથ કોરિયન ફિલ્મ પેરાસાઈટ ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’નો ઓસ્કર જીતી ચૂકી છે અને ‘બેસ્ટ ફિલ્મ’નો ઓસ્કર જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાઈ રહી છે. ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’ કેટેગરીનું નામ બદલીને આ વર્ષે ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કરવામાં આવ્યું છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી, શોર્ટ સબ્જેક્ટ્સનો ખિતાબ પાયા લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન એ વોરઝોન (ઈમ યુ આર અ ગર્લ)ને મળ્યો છે. જ્યારે કે, ડોક્યુમેન્ટરી સેન્ટ લૂઈસ સુપરમેનને પણ ઓસ્કારમાં નામાંકન મળ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન ઈન્ડિયન અમેરિકન ફિલ્મમેકર સ્મૃત મુદ્રા અને સમી ખાને કર્યું છે.
સુરત : કારખાનામાં લાગેલી આગમાં અંદર સૂઈ રહેલા બે કર્મચારીઓ હોમાઈ ગયા
- કઈ કઈ કેટેગરી માટે ઓસ્કરની જાહેરાત થઈ...
- બેસ્ટપિક્ચરઃ પેરાસાઈટ
- બેસ્ટ લીડ એક્ટ્રેસઃ રેની ઝેલવેગર (જુડી)
- બેસ્ટ લીડ એક્ટરઃ વૉકિન ફીનિક્સ (જોકર)
- બેસ્ટ ડિરેક્ટરઃ બોન્ગ જૂન હો
- બેસ્ટ ઓરિજિનલ સોન્ગઃ આઈ એમ ગોના લવ મી અગેઇન (રોકેટમેન)
- બેસ્ટ ઓરિજિનલ સ્કોરઃ જોકર
- બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મઃ પેરાસાઈટ
- બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઈલિંગઃ બોમ્બશેલ
- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ 1917
- બેસ્ટ ફિલ્મ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફેરારી (એન્ડ્ર્યુ બકલેન્ડ, માઈકલ મેકકસ્કર)
- બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ 1917 (રોજર ડીકિન્સ)
- બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ 1917
- બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ ફોર્ડ વર્સિસ ફરારી
- બેસ્ટ એનિમેટેડ ફિલ્મઃ ટોય સ્ટોરી 4
- બેસ્ટ ડોક્યુમેન્ટરીઃ અમેરિકન ફેક્ટરી
- બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ): લર્નિંગ ટુ સ્કેટબોર્ડ ઈન અ વૉરઝોન (ઈફ યુ આર અ ગર્લ)
- બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મઃ ધ નેબર્સ વિન્ડો
- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મઃ હેર લવ
- બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલઃ લોરા ડર્ન (મેરેજ સ્ટોરી)
- બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલઃ બ્રાડ પિટ (વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ)
- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ પેરાસાઈટ (બોન્ગ જૂન હો)
- બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ જોજો રેબિટ (તાઈકા વાઈતિતિ)
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ
- બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ લિટલ વિમેન (જેકલિન ડુરન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે