PM મોદીના જીગરી દોસ્તે ભારત આવવાની ના પાડી દીધી, જાણો કેમ?

ભારત(India) અને જાપાન (Japan) ના મધ્ય વર્ષ 2019નું વાર્ષિક શિખર સંમેલન હાલ ટળ્યું છે. પીએમ મોદી (Narendra Modi)  અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe) વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક ગુવાહાટીમાં યોજાવવાની હતી. 15થી 17 ડિસેમ્બર સુધી ચાલનારી આ બેઠકને નાગરિકતા કાયદા વિરોધી આંદોલનના કારણે હાલ સ્થગિત કરવી પડી છે. 
PM મોદીના જીગરી દોસ્તે ભારત આવવાની ના પાડી દીધી, જાણો કેમ?

નવી દિલ્હી: ભારત(India) અને જાપાન (Japan) ના મધ્ય વર્ષ 2019નું વાર્ષિક શિખર સંમેલન હાલ ટળ્યું છે. પીએમ મોદી (Narendra Modi)  અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe) વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક ગુવાહાટીમાં યોજાવવાની હતી. 15થી 17 ડિસેમ્બર સુધી ચાલનારી આ બેઠકને નાગરિકતા કાયદા વિરોધી આંદોલનના કારણે હાલ સ્થગિત કરવી પડી છે. 

જાપાની વડાપ્રધાન શિંજો આબેનો ભારત પ્રવાસ હાલ ટળવા પાછળ મૂળ કારણ ભારતમાં તેમનું સમિટનું જ્યાં આયોજન કરાયું હતું તે સ્થળ રહ્યું. આ સમિટ ગુવાહાટીમાં થવાની હતી. હાલ સમગ્ર આસામમાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019)ના વિરોધમાં ઘમાસાણ ચાલુ છે. આ સાથે તે આંદોલનનું કેન્દ્ર પણ બન્યું છે. 

જાપાની વડાપ્રધાન ત્રણ દિવસના ભારત પ્રવાસે આવવાના હતાં. પરંતુ રાજ્યમાં ચાલી રહેલા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ હાલ પૂરતો સ્થગિત કરવો પડ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ અહેવાલને સત્તાવાર સમર્થન આપ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યાં અમુસાર આ સમિટ માટે બંને દેશો વચ્ચે પરસ્પર સહમતિથી નવી તારીખ જલદી નક્કી કરવામાં આવશે. 

શિંજો આબેનું ભારત સાથે જૂનું કનેક્શન
જાપાનના સૌથી લાંબા કાર્યકાળવાળા વડાપ્રધાન શિંજો આબે ભારત સમર્થક નેતાઓમાંથી એક છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (જાપાન)ના અધ્યક્ષ શિંજો આબે અત્યાર સુધી અનેકવાર ભારત આવી ચૂક્યા છે અને તેમણે જાપાન-ભારત મિત્રતાને સશ્કત કરવાની દિશામાં હંમેશા રસ દાખવ્યો છે. 

શિંજો આબેએ વ્યૂહાત્મક જાપાન-ભારત સંબંધોને અપગ્રેડ  કરવાની શરૂઆત કરી. તેમણે ઓગસ્ટ 2007માં ભારતની મુલાકાત કરી અને તે જ વર્ષે તેમણે જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચતુર્ભૂજ સુરક્ષા વાર્તા શરૂ કરી હતી.

જુઓ LIVE TV

શિંજો આબેએ બીજો ભારત પ્રવાસ સપ્ટેમ્બર 2014માં કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ મજબુત કર્યાં અને અનેક નવી પરસ્પર ગતિવિધિઓની આધારશિલા રાખી. પીએમ મોદીની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન યોજનાની આધારશીલા પણ જાપાનના સહયોગથી જ આ દરમિયાન રખાઈ હતી. 

તેમણે ત્રીજો ભારત પ્રવાસ ડિસેમ્બર 2015માં ખેડ્યો હતો. જેમાં અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતાં. પીએમ મોદી સાથે વારાણસીના એક દિવસના પ્રવાસ વખતે ઐતિહાસિક કાશી-ક્યોટો કરારના એમઓયુ ઉપર પણ હસ્તાક્ષર થયા હતાં. 

શિંજો આબેએ ચોથો ભારત પ્રવાસ સપ્ટેમ્બર 2017માં કર્યો હતો. આ દરમિયાન તેઓ પહેલીવાર ગુજરાત પણ આવ્યાં હતાં. અમદાવાદમાં પીએમ મોદી સાથે રોડ શો કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદી સાથે ગાંધી આશ્રમ પણ ગયા હતાં. પાંચમો પ્રવાસ 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર 2019નો હતો. પરંતુ નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોના કારણે ટાળવામાં આવ્યો છે. 

આબે સાથે પીએમ મોદીની મિત્રતા
શિંજો આબે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નીકટના મિત્રોમાંથી એક છે. ગત વર્ષ 2018માં મોદીએ આબેને પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં આમંત્રિત કરીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. છેલ્લા છ વર્ષોમાં પીએમ મોદી અને શિંજો આબેની 14 મુલાકાત થઈ ચૂકી છે. આ દરમિયાન બંને દેશોના સંબંધોમાં નીકટતા આવી છે અને મોદી અને આબેની પરસ્પર મિત્રતા પણ ગાઢ થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news