દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી

કુદરત જાણે ગુજરાતથી રૂઠી છે અને મેઘરાજાને ગુજરાતની ભુમી છોડવાની ઇચ્છા જ નથી થઇ રહી તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં સિઝનનાં કુલ વરસાદ કરતો ડોઢગણો વરસાદ પડી જવા છતા પણ હજી મેઘરાજા ગુજરાત છોડવા નથી માંગતા. ચોમાસુ પુર્ણ થઇને શિયાળો પણ શરૂ થઇ ચુક્યો છે. શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંય વરસાદી વાતાવરણ સર્જાયું છે. 
દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી

અમદાવાદ : કુદરત જાણે ગુજરાતથી રૂઠી છે અને મેઘરાજાને ગુજરાતની ભુમી છોડવાની ઇચ્છા જ નથી થઇ રહી તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં સિઝનનાં કુલ વરસાદ કરતો ડોઢગણો વરસાદ પડી જવા છતા પણ હજી મેઘરાજા ગુજરાત છોડવા નથી માંગતા. ચોમાસુ પુર્ણ થઇને શિયાળો પણ શરૂ થઇ ચુક્યો છે. શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંય વરસાદી વાતાવરણ સર્જાયું છે. 

અમરેલી જીલ્લાનાં રાજુલા ઉપરાંત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટનાં અનેક ગામડાઓમાં ધીમીધારે વરસાદ ચાલુ થઇ ચુક્યો છે. આ ઉપરાંત મહુવાના પણ અનેક ગામોમાં વરસાદ ચાલુ થઇ ચુક્યો છે. ભર શિયાળે વરસાદ જોઇને નાગરિકોમાં ભારે કુતુહલની લાગણી જન્મી છે. તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા પેઠી છે. ચોમાસાની સિઝન બગડ્યા બાદ હવે શિયાળાની સિઝન પણ કમોસમી વરસાદનાં કારણે ન બગડે તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને ખુબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. 

સરોવડા,લોઠપુર સહિત કેટલાક ગામોમા ધીમીધારે વરસાદની શરૂઆત થઇ ચુકી છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી  માહોલ જામ્યો ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે. ભાવનગર શહેર સહિતનાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news