PM Modi Japan Visit: જાપાની કંપનીઓના CEOs ને મળ્યા પીએમ મોદી, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન આજે પીએમ મોદીએ જાપાનના અનેક ટોપ બિઝનેસમેન સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ જાપાનની કંપનીઓેને ભારતમાં રોકાણની તક શોધવા માટે પણ અપીલ કરી.

PM Modi Japan Visit: જાપાની કંપનીઓના CEOs ને મળ્યા પીએમ મોદી, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

ટોક્યો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન આજે પીએમ મોદીએ જાપાનના અનેક ટોપ બિઝનેસમેન સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ જાપાનની કંપનીઓેને ભારતમાં રોકાણની તક શોધવા માટે પણ અપીલ કરી. સુઝૂકી મોટર કોર્પોરેશનના ચેરમેને પીએમ મોદીના કામને લઈને ભરપૂર વખાણ પણ કર્યા. 

આ દિગ્ગજ ઉદ્યોગપતિઓને મળ્યા પીએમ મોદી
સુઝૂકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝૂકીએ કહ્યું કે પીએમ મોદી જે સુધારા કરી રહ્યા છે તે ભારતને મોર્ડન લેન્ડસ્કેપમાં ફેરવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જાપાનની કંપનીઓ પીએમ મોદીની આત્મનિર્ભરતાની મુહિમને સપોર્ટ કરી રહી છે. તોશિહિરો સુઝૂકી ઉપરાંત સુઝૂકી મોટર કોર્પોરેશનના સીનિયર એડવાઈઝર ઓસામુ સુઝૂકી, સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાઈરેક્ટર માસાયોશી સોન અને યુનિક્લોના પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈ સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી. 

PM @narendramodi met Advisor @suzukicojp, Mr. Osamu Suzuki. They talked about diverse opportunities in India, the strong India-Japan economic partnership and more. pic.twitter.com/v6Qac125g8

— PMO India (@PMOIndia) May 23, 2022

પીએમ મોદી વિશે કરી આ વાત
સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના  બોર્ડ ડાઈરેક્ટર માસાયોશી સોને પણ પીએમ મોદી અને ભારતના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં રોજ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઈ રહ્યા છે. મને લાગે છે કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે. પીએમ મોદી  ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યા છે. આ સાથે તેઓ ભારતને દુનિયામાં ટેકનું સેન્ટર પણ બનાવી રહ્યા છે. 

— PMO India (@PMOIndia) May 23, 2022

ઓસામુ સુઝૂકી સાથે મુલાકાત દરમિયાન પીએમએ ભારત સાથેના તેમના લગાવ અને યોગદાનને પણ યાદ કર્યું. તેમણે ભારતમાં ઓટો ઈન્ડસ્ટ્રીને બદલવાની ભૂમિકા ભજવવા બદલ સુઝૂકી મોટર્સની પ્રશંસા કરી. તેમણે ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનેન્ટ સેક્ટરમાં ઉત્પાદન સંલગ્ન પ્રોત્સાહન યોજના હેઠળ સુઝૂકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ અને મારુતિ સુઝૂકી ઈન્ડિયા લિમિટેડની અરજી પસંદગી પર ખુશી પણ વ્યક્ત  કરી. 

— PMO India (@PMOIndia) May 23, 2022

આ બધા વચ્ચે પીએમ મોદી અને ઓસામુ સુઝૂકીએ ભારતમાં રોકાણ કરવાની તકો ઉપર પણ ચર્ચા કરી. આ દરમિયાન સસ્ટેનેબલ ગ્રોથનો લક્ષ્યાંક મેળવવા માટે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી પ્રોડક્શન પ્લાન્ટ લગાવવા તથા રિસાઈકલિંગ સેન્ટર શરૂ કરવા ઉપર પણ ભાર મૂકાયો. તેમણે જાપાન-ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ્, ઓફ મેન્યુફેક્ચરિંગ અને જાપાનીઝ એન્ડોડ કોર્સિસ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સહિત સ્થાનિક ઈનોવેશન સિસ્ટમ તૈયાર કરવાની રણનીતિ ઉપર પણ ચર્ચા કરી. 

— PMO India (@PMOIndia) May 23, 2022

જાપાનના અન્ય બિઝનેસ ટાઈકૂન યુનિક્લોના ચેરમેનસ, પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈએ પણ પીએમ મોદીને મળ્યા બાદ ભારતના વખાણ કર્યા. પીએમ કાર્યાલયે જણાવ્યું કે તાદાશિ યાનાઈએ ભારતના લોકોની અંદર વેપાર શરૂ કરવાની જે ભૂખ છે તેની પ્રશંસા કરી. પીએમ મોદીએ તેમને પીએમ-મિત્ર યોજનામાં  ભાગ લેવા જણાવ્યું. જે ટેક્સટાઈલ સેક્ટરને મજબૂતાઈ આપવા માટે શરૂ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news