યુટ્યુબની મોહમાયા ભારે ભરી!!! સાત મહિના સુધી હાઉસ ઓફ કાઉન્સિલર્સમાં મુક્યો નહી પગ

જાપાનમાં 1950થી બે વખત કોઈ સાંસદને સંસદમાંથી દૂર કરવામાં આવ્યા છે, જો કે આમ પહેલી વાર થયું છે, જ્યારે સતત ગેરહાજરીને કારણે કોઈ સાંસદની હકાલપટ્ટી કરવામાં આવી હોય.

યુટ્યુબની મોહમાયા ભારે ભરી!!! સાત મહિના સુધી હાઉસ ઓફ કાઉન્સિલર્સમાં મુક્યો નહી પગ

જાપાનની સંસદમાં 70 વર્ષમાં પહેલી વાર કોઈ સાંસદને એક પણ સત્રમાં હાજરી ન આપવા બદલ કાઢી મૂકવામાં આવ્યો છે. સાંસદ અને સેલિબ્રિટી ગોસિપ યુટ્યુબર યોશીકાઝુ હિગાશિતાની સાત મહિના સુધી હાઉસ ઓફ કાઉન્સિલર્સમાંથી ગાયબ રહેતાં તેમની સામે આ કાર્યવાહી કરાઈ છે. સંસદમાંથી સાંસદની હકાલપટ્ટીની કાર્યવાહી આગામી સપ્તાહે પૂર્ણ કરાશે. સેનેટના સભ્યોની ભલામણ બાદ જાપાનની સંસદની શિસ્ત સમિતીએ આ અંગેનો ઠરાવ પસાર કર્યો હતો.

સાંસદ પર લોકશાહીના મૂલ્યોનું અપમાન કરવાનો આક્ષેપ
યુટ્યુબ પર ગેસી (GaaSyy)નાં નામે જાણીતા હિગાશિતાની પોતાને ચૂંટીને સંસદમાં મોકલનાર જનતા માટે કામ કરવાની જગ્યાએ સેલિબ્રિટી ગોસિપ વીડિયો બનાવવામાં વધુ રસ લેતા હતા. સાંસદોના મતે ગેસીને નિયમ અને કાયદા પર આધારિત લોકશાહીનાં પાયાના મૂલ્યોની સમજ નથી. 

'નો-શૉ એમપી' ના હુલામણા નામે જાણીતા હિગાશિતાની ગયા વર્ષે જુલાઈમાં સંસદના ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા. તેઓ 'સેજિકા જોશી 48' એટલે કે 'પોલિટિશિયન ગર્લ્સ 48'ના નામે જાણીતી પાર્ટીનાં સભ્ય છે. અન્ય રાજકીય પક્ષોથી અલગ 'સેજિકા જોશી 48' એક સિંગલ ઈશ્યુ પાર્ટી છે, તેનો હેતુ ફક્ત જાપાનનાં જાહેર પ્રસારણ ક્ષેત્રમાં સુધારા કરવા માટેનો છે.

સાંસદ પદ ગુમાવતા હિગાશિતાનીની મુશ્કેલી વધી
હિગાશિતાની આ જ પક્ષમાંથી જાપાનની સંસદમાં ચૂંટાયેલા બે સાંસદોમાંથી એક છે. બીજા સાંસદે સંસદના સત્રમાં હાજરી આપી છે. 51 વર્ષના હિગાશિતાની માનહાનીના એક કેસનો સામનો કરી રહ્યા છે. તે દુબઈમાં રહે છે અને તેમને ડર છે કે જાપાનમાં પ્રવેશતા જ તેમની ધરપકડ કરવામાં આવશે. કેમ કે સંસદના સત્ર દરમિયાન સાંસદની ધરપકડ થઈ શકતી નથી. પણ હવે હિગાશિતાનીએ વિશેષાધિકાર ગુમાવી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news