ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ

અમેરિકાની આ કાર્યવાહી વિશે જો કોઈ વિદેશી નેતાને સૌથી પહેલા જાણકારી હતી તો તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે નેતન્યાહુની અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ સંબંધમાં વાતચીત થઈ હતી. 

ઈરાની મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં ઇઝરાયલે કરી હતી અમેરિકાની મદદ

વોશિંગટનઃ વિશ્વભરમાં પોતાના ગુપ્ત મિશન અને સુરક્ષા તંત્રની મજબૂતી માટે પ્રખ્યાત ઇઝરાયલે ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારવામાં અમેરિકાની મદદ કરી હતી. રોયટર્સ અને એનબીસી ન્યૂઝ પ્રમામે દમિશ્કમાં હાજર બાતમીદારોએ સીઆઈએને આ જાણકારી આપી હતી કે સુલેમાની કઈ ફ્લાઇટથી બગદાદ એરપોર્ટ પહોંચી રહ્યો છે. બાતમીદારો પાસેથી પ્રાપ્ત જાણકારીનું ઇઝરાયલના ગુપ્તચર તંત્રએ પોતાના સ્તર પર વેરિફિકેશન કર્યું હતું અને અમેરિકાને ખાતરી આપી હતી. 

એટલું જ નહીં અમેરિકાની આ કાર્યવાહી વિશે જો કોઈ વિદેશી નેતાને સૌથી પહેલા જાણકારી હતી તો તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે નેતન્યાહુની અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો સાથે આ સંબંધમાં વાતચીત થઈ હતી. 

બગદાદ એરપોર્ટ પર પણ હતા અમેરિકી જાસૂસ
એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરત પર જણાવ્યું કે, બગદાદ એરપોર્ટના બે સુરક્ષા અધિકારીઓ અને ચામ એરલાઇન્સના બે કર્મચારીઓએ પણ કાસિમ સુલેમાની વિશે અમેરિકાને જાણકારી આપી હતી. ચામ એરલાઇન્સની ફ્લાઇટથી જ સુલેમાની બગદાદ પહોંચ્યા હતા. 

સુલેમાનીની ફ્લાઇટમાં સવાર હતો અમેરિકાનો બાતમીદાર!
રોયટર્સે સૂત્રોના હવાલાથી પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, ગુપ્ત જાણકારી આપનાર એરલાઇન્સના કર્મચારીમાંથી એક દમિશ્ક એરપોર્ટ પર કામ કરતો હતો, જ્યારે એક તે ફ્લાઇટમાં હાજર હતો. આ સિવાય ઇરાકી તપાસકર્તાનું માનવું છે કે 4 અન્ય બાતમીદાર પણ હતા, જેણે અમેરિકાની સેનાને કાસિમ સુલેમાનીની મૂવમેન્ટ વિશે જાણકારી આપી હતી. 

અમેરિકાના રોકેટ હુમલામાં થયું હતું સુલેમાનીનું મોત
મહત્વનું છે કે બગદાદની બહાર 3 જાન્યુઆરીએ અમેરિકાના રોકેટ હુમલામાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીને મારી દીધો હતો. આ ઘટના બાદથી બંન્ને દેશો વચ્ચે તણાવ છે. ઈરાને અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાકમાં સ્થિત તેને એરબેઝ પર રોકેટ હુમલો કર્યો હતો, ત્યારબાદ આ તણાવ ખુબ વધી ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news