તાલિબાન સાથે હાથ મિલાવી ISIનો ભારતમાં અશાંતિ ફેલાવાનો નવો પ્લાન
એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનને અડીને આવેલા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદની નજીક પાકિસ્તાન 'જૈશ-એ-મુત્તકી' નામનું નવું સંગઠન બનવવાના પ્રયાસ કરી રહ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' અને મૌલાના મસૂદ અઝહર સામે લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધથી પરેશાન છે. આથી હવે તેણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદની નજીક પાકિસ્તાન 'જૈશ-એ-મુત્તકી' નામનું નવું સંગઠન બનવવાના પ્રયાસ શરૂ કર્યા છે. આ સંગઠન સાથે સંકળાયેલા આતંકીઓની ટ્રેનિંગ માટે પાકિસ્તાને મીરમશાહ શહેરમાં ટેરર કેમ્પનું નિર્માણ શરૂ કર્યું છે.
મીરમશાહમાં નાખ્યા ટેરર કેમ્પ
મીરમશાહ પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનનો ભાગ છે અને તે અફઘાનિસ્તાનથી માત્ર 60 કિમીના અંતરે આવેલું છે. મીરમશાહ તાલિબાની આતંકવાદીઓનો ગઢ માનવામાં આવે છે. ગુપ્તચર એજન્સીઓ જૈશ-એ-મુત્તકી નામના આ નવા સંગઠન પર સતત નજર રાખી રહી છે.
તાલિબાનીઓને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે ISI
કેન્દ્રીય સુરક્ષામાં રહેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાન જૈશ-એ-મુત્તકીમાં તાલિમાન આતંકવાદીઓની ભરતી કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી તાલીબાનોને ભારતમાં હુમલા કરવા માટે ભડકાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાંથી નાટો ફોર્સિસના નિકળી ગયા પછી તાલિબાની આતંકીઓ સાથે ISI બેઠક કરી રહ્યું છે.
ISIની અફઘાનિસ્તામાં ગુપ્ત બેઠક
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ ગૃહમંત્રાલયને મોકલેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ભારતમાં મોટા ફિદાયિન હુમલા કરવા માટે જૈશ અને ISISના આતંકીઓને નજીક લાવી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં એક ગુપ્ત બેઠક પણ મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે