શું મોબાઈલ પર વધુ પડતી વાત કરવાતી કેન્સર થાય? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો...ખાસ જાણો

મોબાઈલ વાપરતી વખતે આપણે ઘણીવાર એ વિચારતા પણ હોઈએ છીએ કે તેનાથી કોઈ બીમારી તો નહીં થઈ જાય ને. અનેક લોકોએ સાંભળ્યું છે કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેન્સર થઈ શકે છે. પરંતુ હવે વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ખુલાસો કર્યો છે. જાણો તે વિશે...

શું મોબાઈલ પર વધુ પડતી વાત કરવાતી કેન્સર થાય? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો...ખાસ જાણો

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ એક નવા રિપોર્ટમાં કહ્યું છે કે મોબાઈલ ફોનના ઉપયોગથી બ્રેઈન કેન્સર થતું નથી. દુનિયાભરમાં અનેક લોકોએ વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. પરંતુ મગજના કેન્સરના કેસ વધ્યા નથી. આ રિપોર્ટ મંગળવારે આવ્યો છે. આ વાત એવા લોકો ઉપર પણ લાગૂ થાય છે જે લાંબા સમય સુધી ફોન પર વાત કરે છે અથવા તો દસ વર્ષથી વધુ સમયથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. 

સ્ટડીમાં થયો ખુલાસો
છેલ્લા રિપોર્ટમાં 1994થી 2022 વચ્ચે થયેલા 63 રિસર્ચ સામેલ હતા જેનું મૂલ્યાંકન 10 દેશના 11 રિસર્ચર્સે કર્યું. જેમાં ઓસ્ટ્રેલિયાની સરકારના વિકિરણ સંરક્ષણ પ્રાધિકરણ પણ સામેલ હતા. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ વિશ્વવિદ્યાલયમાં કેન્સર મહામારી વિજ્ઞાનના પ્રોફેસર માર્ક એલવુડે કહ્યું કે આ અભ્યાસમાં રેડિયોફ્રિક્વન્સીના પ્રભાવોની સમીક્ષા કરાઈ જે મોબાઈલ ફોનની સાથે સાથે ટીવી, બેબી મોનિટર અને રડારમાં પણ ઉપયોગ થાય છે. 

કોઈ જોખમ ન મળ્યું
તેમણે  કહ્યું કે જેટલા પણ સવાલ પૂછવામાં આવ્યા હતા તેમાંથી કોઈમાં પણ કોઈ જોખમ મળ્યું નથી. આ રિપોર્ટમાં વયસ્કો અને બાળકોમાં મગજના કેન્સર, પિટ્યુટરી ગ્રંથી, લાળ ગ્રંથીઓ અને લ્યુકેમિયાના કેન્સર તથા મોબાઈલ ફોન, બેસ સ્ટેશન કે ટ્રાન્સમીટરથી થનારા જોખમનો પણ અભ્યાસ કરાયો. અન્ય કેન્સર વિશે અલગથી જણાવવામાં આવશે. 

આ રિપોર્ટ અગાઉ પણ આવો એક રિપોર્ટ આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંગઠન અને બીજા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પહેલા કહ્યું હતું કે મોબાઈલ ફોનથી નીકળતા રેડિએશનથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ તેમણે વધુ રિસર્ચ કરવા માટે કહ્યું હતું. હાલ તેને આંતરરાષ્ટ્રીય કેન્સર અનુસંધાન એજન્સી (IARC)એ 'સંભવિત રીતે કાર્સિનોજેનિક' કે કક્ષા 2B માં રાખ્યું છે, આ કેટેગરીનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે એજન્સી એ ન કહી શકે કે તેનાથી કોઈ જોખમ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news