કેવી રીતે સર્જાઇ ઇન્ડોનેશિયન વિમાન દુર્ઘટના, દરિયામાંથી મળ્યાં પ્લેનના ટુકડા

આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી બ્લેક બોક્સ મળી આવ્યા પછી મરજીવાઓએ લેન્ડિંગ ગિયરનો એક ટુકડો પાછો મેળવી લીધો છે.

કેવી રીતે સર્જાઇ ઇન્ડોનેશિયન વિમાન દુર્ઘટના, દરિયામાંથી મળ્યાં પ્લેનના ટુકડા

જકાર્તા: ઇન્ડોનેશિયામાં લાયન એર દુર્ઘટના બાદ વિમાનનો એક ભાગ મળી આવ્યો છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી બ્લેક બોક્સ મળી આવ્યા પછી મરજીવાઓએ લેન્ડિંગ ગિયરનો એક ટુકડો પાછો મેળવી લીધો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મળી આવેલા બ્લેક બોક્સથી આ દૂર્ઘટનાના કારણોને જાણવામાં મદદ મળી શકે છે.

લાયન એરનું બોઇન્ગ-737 મેક્સ 8 વિમાન ગત સોમવારે રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યાની 12 મીનિટ પછી જાવાની પાસે દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ નીચે પડ્યું હતું. તેમાં સવાર 189 લોકોના મોત થયા હતા. આ વિમાન થોડા મહિના પહેલા જ સેવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ દુર્ઘટના પછીથી તપાસ ટીમ દરિયામાં ઉંડે સુધી જઇ વિમાનનો મુ્ખ્ય ભાગમાં તપાસ હાથ દરી હતી.

તપાસ તેમજ બચાવ એજન્સીના પ્રમુખ મોહમ્મદ સ્યોગીએ લેન્ડિંગ ગિયર વિશે કહ્યું કે, અમને તેનો કેટલોક ભાગ મળ્યો છે. આ ઉપંરાત અમને વિમાનના અગાઉ મેળેલા ભાગની સરખામણીએ આ ભાગ મોટો છે. ત્યારે આ પહેલા જ અધીકારીઓએ વિમાનમાંથી ડેટા રેકોર્ડ મળ્યાની જાહેરાત કરી હતી. આ ઘટનામાં કોઇપણના જીવતા બચવાના સમાચાર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news