ઇન્ડોનેશિયામાં ધરતીકંપ બાદ સુનામીની અસર, સરકાર દ્વારા કરાઇ પૃષ્ટી
મધ્ય સુલાવેસીના ડોગ્ગાલામાં 10 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો ભૂકંપ, ભૂકંપની તિવ્રતા ઘણી વધારે હોવાથી ફફડાટ
Trending Photos
ઝકાર્તા : ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વીપમાં જબરદસ્ત ભૂકંપન બાદ આ વિસ્તારમાં સૂનામીનો ભય પેદા થયો છે. સમાચાર માધ્યમો અનુસાર ઇન્ડોનેશિયાનાં જિઓફિઝિક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, સુનામી આવવાની આશંકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભૂકંપ બાદ વિભાગે આપેલી ચેતવણી પાછી લીધી હતી.
વિભાગના પ્રવક્તાએ આ વિસ્તારમાં સુનામી આવ્યાનાં સમાચારની પૃષ્ટી કરી છે. તેમનું કહેવું છે કે આ અંગે હાલ વધારે માહિતી એકત્ર કરવા માટેના વિભાગના પ્રયાસો ચાલી રહ્યા છે. ઇન્ડોનેશિયાની એક સમાચાર ચેનલે વીડિયો ઇસ્યું કર્યો છે જેમાં સમુદ્રમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો બુમા પાડીને આમ તેમ ભાગી રહ્યા હોવાનું જોઇ શકાય છે.
મધ્ય સુલાવેસીનાં ડોગ્ગાલા વિસ્તારમાં 10 કિલોમીટરના ઉંડાણમાં ભૂકંપ આવ્યો. તેની થોડી કલાકો પહેલા આ ક્ષેત્રમાં ઓછી તિવ્રતાનો ધરતી કંપ આવ્યો હતો. આ ભૂકંપની તિવ્રતા આ વર્ષની શરૂઆતમાં લોમબોક દ્વીપમાં આવેલા ભૂકંપ કરતા અનેક ગણી વધારે હતી. જેમાં સૈંકડો લોકોનાં મોત થયા હતા.
Major tsunami reported to have hit Palu, Indonesia after M 7.5 earthquake today, Sept 28! pic.twitter.com/01pQw4oNCB
— severe-weather.EU (@severeweatherEU) September 28, 2018
શુક્રવારે આવેલા ધરતીકંપનુ કેન્દ્ર પાલુ શહેરથી 78 કિલોમીટરના અંતર પર હતા. આ મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે તેની અસર અહીંથી આશરે 900 કિલોમીટર દુર દક્ષિણમાં દ્વીપના સૌથી મોટા શહેર માકાસરસુધી અનુભવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે