કેનેડા નહીં આ દેશમાં રહે છે સૌથી વધુ ભારતીયો, તમે પણ જુઓ ટોપ-3 દેશોનું લિસ્ટ

ઘણા લોકોની ઈચ્છા દેશની બહાર વસવાની થાય છે. કેટલાકના સપના પૂરા થાય છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે ભારતથી સૌથી વધુ લોકો ક્યા દેશમાં જાય છે? આખરે કેમ ભારતીયોને આ દેશ એટલો પસંદ છે, શું ત્યાં રહેવું ખાવું સસ્તું છે કે કોઈ અન્ય કારણ છે. 

કેનેડા નહીં આ દેશમાં રહે છે સૌથી વધુ ભારતીયો, તમે પણ જુઓ ટોપ-3 દેશોનું લિસ્ટ

નવી દિલ્હીઃ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ, હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો તેમના સારા ભવિષ્યની શોધમાં અન્ય દેશોમાં જઈ રહ્યા છે. અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યાની સાથે સાથે નોકરી માટે વિદેશ જતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. લાખો ભારતીયો દેશ છોડીને વિદેશ તરફ વળ્યા છે. 14 માર્ચે લોકસભામાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં જણાવાયું હતું કે વર્ષ 2022માં ઈમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ 3,73,434 ભારતીયોને ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું હતું, જેમાંથી 10,654 પંજાબના હતા.

ભારતમાં સારી નોકરીની સાથે સાથે પગારની સમસ્યા લોકોની સામે ઉભી થાય છે. યુવાનોને તેમની ક્ષમતા પ્રમાણે તેમનો પગાર ઓછો જણાય છે. તમે સારી રીતે જીવી શકો તે માટે લોકો એટલા પૈસા મેળવી શકતા નથી. જેના કારણે લોકો વિદેશ તરફ વળવા લાગે છે. શું તમે જાણો છો કે કયો દેશ ભારતીયોનો ફેવરિટ છે અને સૌથી વધુ ભારતીયો ક્યાં જાય છે.

વિદેશમાં સારું પગાર પેકેજ ઉપલબ્ધ છે
મોટાભાગના ભારતીયો સારા પગાર માટે વિદેશ જાય છે. લોકો માને છે કે વિદેશમાં કામકાજનું વાતાવરણ ભારત કરતાં સારું છે અને તમે જેટલા કામ કરો છો તે પ્રમાણે પૈસા પણ સારા છે, તેથી તેઓ ભારત પાછા જવા માંગતા નથી. વિશ્વમાં સૌથી વધુ સરેરાશ માસિક ચોખ્ખો પગાર સ્વિત્ઝર્લેન્ડમાં છે. અહીં સરેરાશ માસિક ચોખ્ખો પગાર $6,096 (રૂ. 4,98,652) છે. સિંગાપોરમાં સરેરાશ માસિક ચોખ્ખો પગાર $4989 (રૂ. 4,08,100) છે. યુએસએ વિશે વાત કરીએ તો, અહીં માસિક પગાર $4245 (રૂ. 3,47,241) છે.

નંબર 1 પર છે અમેરિકા
લાખો ભારતીયોનું સપનું અમેરિકા જવાનું હોય છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ છે, ત્યાં જરૂરીયાતની દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. એક રિપોર્ટ પ્રમાણે 46 લાખથી વધુ ભારતીય અમેરિકામાં રહે છે. તો બીજા નંબર પર સંયુક્ત અરબ અમીરાત છે, જ્યાં ભારતના 31.5 લાખ લોકો રહે છે. ત્રીજા નંબર પર આવે છે મલેશિયા, જ્યાં લગભગ 30 લાખ લોકો રહે છે. 

આ 18 દેશોમાં જઈ રહ્યાં છે ભારતીય
ઇમિગ્રેશન એક્ટ, 1983, ભારતના નાગરિકોને વિદેશમાં રોજગાર કરવાનો અવસર પ્રદાન કરે છે. આ કાયદા હેઠળ 18 દેશોમાં ભારતીયોને રોજગાર માટે ઇમિગ્રેશન ક્લિયરન્સ જારી કરવામાં આવે છે. આ દેશ છે સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરબ, ઈન્ડોનેશિયા, કતર, ઓમાન, કુવૈત, બહરીન, મલેશિયા, લીબિયા, જોર્ડન, યમન, સૂડાન, દક્ષિણ સુડાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, સીરિયા, લેબનાન અને થાઈલેન્ડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news