ગુજરાતમાં ભાજપની બાદશાહત પણ આ પરિણામોએ વધાર્યું ટેન્શન, કોંગ્રેસ પ્લસમાં રહી

Gujarat Local Body byelection: ભાજપને ઉત્તર ગુજરાતમાં ઝટકો લાગ્યો છે અને શક્તિસિંહ ગોહિલના હોમટાઉન પાલિતાણામાં 5માંથી ભાજપને 2 અને કોંગ્રેસને 3 સીટો મળી છે. ભાજપ 156 સીટો પર વિજેતા બન્યા બાદ રાજ્યમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું છે

ગુજરાતમાં ભાજપની બાદશાહત પણ આ પરિણામોએ વધાર્યું ટેન્શન, કોંગ્રેસ પ્લસમાં રહી

Gujarat Local Body byelection: ગુજરાતમાં, ભાજપે ફરી એકવાર 18 નગરપાલિકા અને એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં જીત મેળવી છે અને પોતાની બાદશાહત સાબિત કરી દીધી છે પણ આ પરિણામો ભાજપ માટે એલર્ટ પણ છે.  પ્રતિષ્ઠિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ ભાજપે જીતી હતી અને આમ આદમી પાર્ટીની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી.

ગુજરાતમાં, સ્થાનિક સંસ્થા (Gujarat Civic byPolls) ની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. 18 નગરપાલિકાની 29 બેઠકો અને મહાનગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. આમાં ભાજપે કુલ 30માંથી 21 બેઠકો જીતી છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને 8 બેઠકો મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી શકી નથી. આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખૂલ્યું નથી. ચૂંટણી પરિણામો અનુસાર એક બેઠક અપક્ષ ઉમેદવારને આપવામાં આવી છે. ગુજરાતમાં આ 30 બેઠકો માટે 6 ઓગસ્ટે મતદાન થયું હતું. ભલે ભાજપ આ બાબતની વાહવાહી કરી રહ્યો છે પણ એ વાત એટલી સાચી છે કે સામાન્ય ચૂંટણીમાં 91 ટકા સીટ જીતનાર ભાજપને પેટાચૂંટણીમાં માત્ર 70 ટકા સીટો મળી છે. કોંગ્રેસ પાસે આમાંથી માત્ર 5 સીટો હતી. જેમાં 3 સીટોમાં વધારો થયો છે. 

ભાજપને ઉત્તર ગુજરાતમાં ઝટકો લાગ્યો છે અને શક્તિસિંહ ગોહિલના હોમટાઉન પાલિતાણામાં 5માંથી ભાજપને 2 અને કોંગ્રેસને 3 સીટો મળી છે. ભાજપ 156 સીટો પર વિજેતા બન્યા બાદ રાજ્યમાં ભાજપનું વર્ચસ્વ વધ્યું છે અને ભાજપ લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતવાના દાવાઓ કરી રહ્યું છે પણ આ પેટા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ફરી આશાનું કિરણ પેદા કર્યું છે.  

ભાજપનો દબદબો રહ્યો 
રાજ્યની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 21 બેઠકો જીતી છે, જ્યારે સુરત મહાનગરપાલિકાની એકમાત્ર બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે. ગોધરાની એકમાત્ર બેઠક પણ ભાજપે જીતી છે. અમદાવાદની બારેજા બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે, જોકે આણંદ નગરપાલિકામાં કોંગ્રેસે એક બેઠક જીતી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસામાં, બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકામાં કોંગ્રેસે એક-એક બેઠક જીતી છે. આ રીતે પાર્ટીને 30માંથી કુલ આઠ સીટો મળી છે. આમ ઉત્તર ગુજરાતની બેઠકોમાં કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો છે. 

પાલિતાણામાં કોંગ્રેસની જીત
ભાવનગરની મહુવા નગરપાલિકામાં એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. પાલિતાણામાં ભાજપે બે બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે. સૌની નજર પાલિતાણાના ચૂંટણી પરિણામો પર હતી. પાણિતાણામાં કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારી પત્રો રદ થવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ભાવનગર નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો હોમ જિલ્લો છે. ગીર સોમનાથની તાલાલા નગરપાલિકામાં એક બેઠક, કચ્છની મુન્દ્રા - બારોઈ નગરપાલિકામાં એક બેઠક, ખેડાની થાસરા નગરપાલિકામાં એક બેઠક ભાજપને મળી છે. આ ઉપરાંત મહેસાણાની ઊંઝા નગરપાલિકામાં પણ ભાજપને એક બેઠક મળી છે. આ સાથે નર્મદાની રાજપીપળા નગરપાલિકામાં પણ એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.

પેટાચૂંટણીમાં કોંગ્રેસને AAP નડી
સ્થાનિક સંસ્થાઓની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણીમાં એ વાત સામે આવી છે કે વિધાનસભાની ચૂંટણીની જેમ આ ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીની હાજરી કોંગ્રેસ માટે ટેન્શનનું કારણ બની છે. જેના કારણે પાર્ટીએ ઘણી બેઠકો ગુમાવી છે અને તે બેઠકો ભાજપના ખાતામાં ગઈ છે. આમ આદમી પાર્ટીને ભલે એક પણ સીટ ન મળી હોય પરંતુ તેણે કોંગ્રેસને ઘણું નુકસાન કર્યું છે. AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ એક દિવસ પહેલા જ ગુજરાતમાં ભારત સંગઠન પ્રમાણે આગળ વધવાની જાહેરાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news