પાકિસ્તાન ગયેલી અંજુ વિશે તેના પિતાએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, આવું હોઈ શકે ખરા?

Anju in Pakistan: અંજુના પિતા ગયા પ્રસાદ થોમસે ગ્વાલિયર જિલ્લાના ટેકનપુર શહેર પાસે બૌના ગામમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે મને આ  અંગે ગઈ કાલે જ ખબર પડી. મારા પુત્રએ મને જણાવ્યું કે દીદી ત્યાં (પાકિસ્તાન) ગઈ છે. પરંતુ મને તે વિશે ખબર નથી. તેના લગભગ 20 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે ભિવાડી (રાજસ્થાનના અલવર જિલ્લામાં) ગઈ હતી

પાકિસ્તાન ગયેલી અંજુ વિશે તેના પિતાએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો, આવું હોઈ શકે ખરા?

Anju In Pakistan: હિન્દુસ્તાનતી પાકિસ્તાન ગયેલી અંજુને લઈને નવા નવા દાવા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે અંજુના પિતાએ મોટો ખુલાસો કર્યો છે. દાવો કર્યો છે કે તે 'માનસિક રીતે પરેશાન અને સનકી' છે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે અંજુનો પાકિસ્તાનના નસરુલ્લાહ સાથે કોઈ પ્રેમ પ્રસંગ ચાલતો નથી. અત્રે જણાવવાનું કે રાજસ્થાન રહેતી અંજુ પાકિસ્તાન ગઈ છે અને તે પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોતાના ફેસબુક મિત્ર નસરુલ્લાહને મળવા માટે ગઈ છે. 

અંજુના પિતા ગયા પ્રસાદ થોમસે ગ્વાલિયર જિલ્લાના ટેકનપુર શહેર પાસે બૌના ગામમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે મને આ  અંગે ગઈ કાલે જ ખબર પડી. મારા પુત્રએ મને જણાવ્યું કે દીદી ત્યાં (પાકિસ્તાન) ગઈ છે. પરંતુ મને તે વિશે ખબર નથી. તેના લગભગ 20 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે ભિવાડી (રાજસ્થાનના અલવર જિલ્લામાં) ગઈ હતી. ત્યારબાદથી મારે તેની સાથે કોઈ સંબંધ નથી. મારું ઘર ખાલી રહેવાના કારણે હાલ હું અહીં રહું છું. હું સમયાંતરે (હરિયાણાના ફરીદાબાદથી) અહીં આવતો રહું છું. 

જમાઈ સીધા, પુત્રી સનકી- પિતા
અંજુના પિતા ગયા પ્રસાદ થોમસે દાવો કર્યો કે તે ટેકનપુર આવી નહતી કારણ કે મે તેને ક્યારેય બોલાવી નથી. તે માનસિક રીતે પરેશાન અને સનકી છે. તેમણે જણાવ્યું કે તે જ્યારે 3 વર્ષની હતી ત્યારથી તે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં તેના મામા સાથે રહેતી હતી. તેમણે કહ્યું કે તેના તરફથી ખોટું છે કે તે કોઈને જણાવ્યાં વગર પાકિસ્તાન જતી રહી. તેના બે બાળકો છે અને બંને પિતા સાથે છે. મારો તેની સાથે કોઈ સંપર્ક નથી. મને નથી ખબર કે તે ક્યારે પાકિસ્તાન ગઈ. મારા જમાઈ ખુબ જ સરળ વ્યક્તિ છે જ્યારે પુત્રી સનકી છે. 

અંજુના પિતાએ કહ્યું કે મારી પુત્રીનો તેના મિત્ર સાથે કોઈ પ્રેમ પ્રસંગ નહીં હોય. તે ક્યારેય આ બધામાં નહીં પડે. તે આઝાદ સ્વભાવની છે અને તે કોઈ પુરુષના પ્રેમમાં નહીં પડે. તેની હું ગેરંટી આપી શકું છું. તે 12માં ધોરણ સુધી ભણી છે અને કોઈ કંપનીમાં નોકરી કરે છે. મે તેને તેના સનકી સ્વભાવના કારણે છોડી દીધી, કારણ કે તે તેમાંથી બહાર આવી શકતી નહતી. 

ડબરાના એસડીઓપી વિવેક કુમાર શર્માએ કહ્યું કે અમને આ કેસ અંગે મીડિયાના માધ્યમથી ખબર પડી. અમે સાંભળ્યું છે કે તે કાયદેસર વિઝા પર ત્યાં ગઈ છે. તે અનેકવર્ષ પહેલા આ વિસ્તારને છોડી ચૂકી છે. 

બીજી બાજુ અંજુના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાહે કહ્યું કે તેને મળવા આવેલી ભારતીય મિત્ર 20 ઓગસ્ટના રોજ વિઝા પૂરા થતા ભારત પાછી ફરશે. તેમણે તેની વચ્ચે કોઈ પણ પ્રેમ સંબંધ હોવાની વાતને ફગાવી દીધી. નસરુલ્લાહ (29)એ  કહ્યું કે અંજુ ઉત્તર પ્રદેશના કૈલોર ગામમાં પેદા થયેલી અને રાજસ્થાનના અલવર જિલ્લાના ભિવાડીમાં રહે છે. નસરુલ્લાહ અને અંજુ 2019માં ફેસબુક પર મિત્ર બન્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news