પેશાવરમાં હાઇકમિશ્નરની ટીમને પાક. અધિકારીઓએ કરી પરેશાન, રસ્તા પર 30 મિનિટ ઉભા રખાયા
પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીનું વાહન અટકાવીને બે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા રસ્તા પર જ અડધા કલાક સુધી તેમની પુછપરછ કરવામાં આવી
Trending Photos
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો વધારે એક કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના 21 ડિસેમ્બરની પેશાવરની છે, જ્યાં ભારતીય ઉચ્ચાયોગ ટીમને પરેશાન કરવામાં આવી. આ ઘટના સમયે ભારતીય અધિકારી કિસ્સા ખ્વાની બજારથી પરત ફરી રહ્યા હતા. અહીં હોટલ પર્લ કંટીનેંટલની પાસે તેમનું વાહન અટકાવવામાં આવ્યું અને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા રસ્તા પર જ આશરે અડધો કલાક સુધી તેમને પુછપરછ કરવામાં આવી.
આ દરમિયાન ભારતીય અધિકારીઓએ તેમને અપીલ કરી કે તેઓ હોટલ પહોંચ્યા બાદ યાત્રા અંગે માહિતી મેળવી શકે છે, કારણ કે આ મુખ્ય માર્ગ પર તેમનું ઉભુ રહેવું અયોગ્ય છે અને અસુવિધાજનક છે, પરંતુ એક પાકિસ્તાની એજન્સીના અધિકારીએ ભારતીય અધિકારીને ત્યાંથી જવા માટેની પરવાનગી આપી નહોતી. રસ્તા વચ્ચે ઉભા રાખીને જ તેમની પુછપરછ થતી રહી.
એટલે સુધી કે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ભારતીય અધિકારીઓને ચેતવણી આપવામાં આવી કે તુરંત જ ઇસ્લામાબાદ પરત ફરી જાય. ત્યાર બાદ ભારતીય અધિકારીઓએ પોતાની યાત્રા વચ્ચેથી અટકાવવી પડી હતી, કારણ કે તેમની પાસે ઇસ્લામાબાદ પરત ફરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો.
ભારતે આ મુદ્દાને ઇસ્લામાબાદ સમક્ષ ઉઠાવ્યો છે. ભારતીય હાઇકમાન્ડ 23 ડિસેમ્બરે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયને એક નોટ ઇશ્યું કરીને આ ઘટના અંગે તપાસ કરવા માટેની અપીલ કરી છે. ભારત તરફથી પાકિસ્તાની અધિકારીઓને કહેવામાં આવ્યું કે, તેઓ નિયમાનુસાર આવનારા રાજદ્વારીઓ અને માનક અનુસાર તેમને પુરતુ પ્રોટોકેલ આપવા માટે સંવેદનશીલ બને.
અત્રે ઉલ્લેખનીય છે કે,WION દ્વારા સૌથી પહેલા પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીને પરેશાન કરવામાં આવ્યા હોવાનાં સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું કે ઇસ્લામાબાદ અને લાહોરમાં ભારતીય રાજદ્વારીઓની જાસુસી કરાવાઇ રહી છે. તેમને નવા ગેસ કેક્શન નથી આપવામાં આવી રહ્યા. અનેક વરિષ્ઠ ભારતીય અધિકારીઓની ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઇ હતી. સુરક્ષા ઓછી હોવાનાં કારણે આ મહિને એક અજાણી વ્યક્તિ ભારતીય અધિકારીના ઘરમાં ઘુસી ગયો હતો. પાકિસ્તાનની આ હરકતોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની છબી ખરાબ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે