Khalistan: અમૃતપાલ પર પંજાબથી લઈને બ્રિટન સુધી બબાલ, UK માં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનમાં કરી તોડફોડ, તિરંગો ઉતાર્યો

Indian High Commission in UK: બ્રિટનમાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. ખાલિસ્તાની સમર્થકોએ રવિવારે બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી અને ખુબ સૂત્રોચ્ચાર કર્યા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય  હાઈ કમિશનની ઈમારત પર લાગેલા તિરંગાનું પણ અપમાન કર્યું. 

Khalistan: અમૃતપાલ પર પંજાબથી લઈને બ્રિટન સુધી બબાલ, UK માં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનમાં કરી તોડફોડ, તિરંગો ઉતાર્યો

Indian High Commission in UK: બ્રિટનમાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. ખાલિસ્તાની સમર્થકોએ રવિવારે બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરી અને ખુબ સૂત્રોચ્ચાર કર્યા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય  હાઈ કમિશનની ઈમારત પર લાગેલા તિરંગાનું પણ અપમાન કર્યું. આ લોકોના હાથમાં ખાલિસ્તાની સમર્થક અને કટ્ટરવાદી ઉપદેશક અમૃતપાલ સિંહના પોસ્ટર હતા. 

મોદી સરકારે સમન જારી કર્યું
આ ઘટના બાદ મોદી સરકારે ભારતમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજનયિકને સમન પાઠવ્યું છે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી છે. ભારતમાં બ્રિટનના હાઈ કમિશનર એલેક્સે આ ઘટનાને ભારતીય હાઈ કમિશન અને ભારતીયો માટે શરમજનક ગણાવીને ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ભારતીય હાઈ કમિશનની બિલ્ડિંગ પર ચડીને તિરંગો ઉતારી રહ્યો છે. વીડિયોમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા સુદ્ધા સંભળાઈ રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકોના આ સમૂહે મોદી સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા. 

— Arunima Dey (@ArunimaDey17) March 19, 2023

અમૃતપાલને લઈને થઈ બબાલ
ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ અને તિરંગાના અપમાન બાદ મોદી સરકાર પણ હરકતમાં આવી ગઈ અને વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટનના રાજનયિકને સમન પાઠવ્યું. ભારતે બ્રિટનથી સમગ્ર મામલે સ્પષ્ટિકરણ માંગ્યુ છે કે કેવી રીતે બ્રિટિશ સુરક્ષાકર્મીઓની ગેરહાજરીના કરાણે આ અલગાવવાદી તત્વો ભારતીય ઉચ્ચાયોગ પરિસરમાં દાખલ થયા? આ દરમિયાન બ્રિટિશ રાજનિયકને વિયેના સંધિ હેઠળ યુકે સરકારની મૂળભૂત જવાબદારીઓ વિશે પણ જણાવવામાં આવ્યું. ભારતે યુકે સરકાર પાસે આશા વ્યક્ત કરી કે આ મામલે જે પણ લોકો સામેલ હતા તેમને જેમ બને તેમ જલદી ધરપકડ કરવામાં આવે અને તેમને સજા આપવામાં આવે. ભારતે કહ્યું કે આગળ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવે. 

બીજી બાજુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ ટ્વીટ કરીને નિવેદન આપ્યું છે. આશા છે કે યુકે સરકાર આજની ઘટનામાં સામેલ લોકોની ઓળખ કરીને, તેમની ધરપકડ કરી તથા તેમના પર કેસ ચલાવવા માટે  તત્કાળ પગલાં ભરશે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં ભરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news