રશિયા પાસેથી મિસાઇલ પ્રણાલી ખરીદવા મુદ્દે પાછુ નહી હટે ભારત: રાજદૂત

ભારતનાં રાજદૂત શરણે રશિયાની સરકારી સંવાદ સમિતી તાસ સાથેની મુલાકાતમાં કહ્યું કે ભારત એસ-400ની ખરીદીથી પાછ નહી હટે

રશિયા પાસેથી મિસાઇલ પ્રણાલી ખરીદવા મુદ્દે પાછુ નહી હટે ભારત: રાજદૂત

માસ્કો : ભારતે ફરી એકવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમેરિકાનાં દબાણ છતા પણ તે રશિયાનાં એસ-400 વાયુ સંરક્ષણ મિસાઇલ પ્રણાલીઓની ખરીદીથી પાછા નહી હટે. રશિયામાં ભારતનાં રાજદૂત પંકજ શરણે અહીં તે વાત કહી. તેમણે કહ્યું કે, ભારત, રશિયા સાથે પોતાનાં તમામ સૈન્ય તથા ટેક્નોલોજીકલ સહયોગ મુદ્દે પ્રતિબદ્ધ છે. ગત્ત મહીને અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી કે ભારતે રશિયાની સાથે એસ-400 મિસાઇલ ખરીદવાનાં આશરે 40 હજાર કરોડ રૂપિયાની ડીલ માટે કિંમતો મુદ્દે વાત કરી લીધી છે. 

ભારતનાં રાજદૂત શરણે રશિયાની સરકારી સંવાદ સમિતી તાસની સાથેના એક ઇન્ટરવ્યુમાં શરણે કહ્યું કે ભારત એસ-400ની ખરીદીથી પાછળ નહી હટે. શરણે હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા ઉપ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ગત્ત મહિને સોચીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે અનૌપચારિક શિખર સમ્મેલનમાં પણ સૈન્ય ટેક્નોલોજી સહયોગ અંગે ચર્ચા થઇ હતી. આ ભારત અને રશિયાના સંબંધોનાં ઇતિહાસમાં પહેલું અનૌપચારિક શિખર સમ્મેલન હતું. 

આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન મોદી તથા રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય શિખર સમ્મેલન ઓક્ટોબરમાં નવી દિલ્હીમાં યોજાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની રશિયા સાથે પોતાની વાયુસેના માટે એસ-400 ટ્રાયંફ વાયુ સંરક્ષણ મિસાઇલ પ્રણાલી ખરીદવાની યોજના છે. ભારત ઇચ્છે છે કે રશિયાની સાથે તેનાં સંરક્ષણ ક્ષેત્રનાં સંબંધોને અમેરિકાનાં કડક સીએએટીએસએ કાયદામાંથી છુટ મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news