FATFની ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન, ભારતે આ પગલાનું સ્વાગત કર્યું

ગ્રે લિસ્ટમાં પાકિસ્તાનને નાખી દેવાતા હવે તેને આંતરરાષ્ટ્રીય ફંડિગ મળવામાં મુશ્કેલી સર્જાશે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ રોકાણ કરતી પણ અટકશે

FATFની ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન, ભારતે આ પગલાનું સ્વાગત કર્યું

નવી દિલ્હી : ભારતે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા ઇન્ટરનેશનલ કોઓપરેશન રિવ્યૂ ગ્રુપ મોનિટરિંગ માટે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખવાનાં નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે નિવેદન ઇશ્યું કરીને આતંકવાદને આશ્રય આપનાર પાકિસ્તાનને ઘેર્યું છે. અત્રે ઉલ્લેખીય છે કે, આતંકવાદીનું ફંડિંગ અટકાવવામાં નિષ્ફળ રહેવાનાં કારણે FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટ એટલે કે શંકાસ્પદની યાદીમાં નાખી દીધું છે. 

ભારતનાં વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદીઓનું ફંડિંગ રોકવા અને એન્ટી મની લોન્ડ્રિંગ અભિયાન ચલાવવા માટે FATFના સ્ટાન્ડર્સનું પાલન કરવાનું આશ્વાસન આપ્યું હતું. પાકિસ્તાનને ખાસકરીને સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં સમાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ અને જમાદ ઉદ દાવા, લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મદ જેવા સંગઠન પાકિસ્તાનમાં હજી પણ સક્રિય છે. તેવામાં પાકિસ્તાન પોતાની પ્રતિબદ્ધતાઓને પુર્ણ નથી કરી રહ્યું. ભારતે કહ્યું કે, અમને આશા છે કે FAT એક્શન પ્લાન સમયબદ્ધ પદ્ધતીથી પાલન કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આતંકવાદ સાથે જોડાયેલી વૈશ્વિક ચિંતાઓને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન પણ પોતાની જમીનથી આતંકવાદી ગતિવિધિઓને અટકાવવા માટે વિશ્વસનીય ઉપાય કરશે.

— ANI (@ANI) June 30, 2018

અત્રે ઉલ્લેખનીય છે કે, FATF પેરિસ ખાતે અંતર સરકારી સંસ્થા છે. તેનું કામ બિનકાયદેસર આ્થઇક મદદને અટકાવવા માટે નિયમ બનાવ્યો છે. તેની રચના 1989માં કરવામાં આવ્યું હતું. FATFની ગ્રે અથવા બ્લેક લિસ્ટમાં નાખવા અંગે દેશને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે દેવું મફવામાં ભારે કઠણાઇ આવે છે. ગ્રે લિસ્ટમાં જવાના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. તેનાં કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ પાકિસ્તાનમાં રોકાણ કરતા પહેલા વિચારશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news