Russia-Ukraine War: ભારતે UNSC માં આપ્યું અત્યંત મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 139 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયા સતત યુક્રેનના અનેક શહેરો પર હુમલો કરી રહ્યું છે. ત્યારબાદ યુક્રેનના કેટલાય શહેર તબાહ થઈ ગયા છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિવેદન આપ્યું છે. ભારતીય સ્થાયી મિશનના કાઉન્સિલર પ્રતિક માથુરે યુએનએસસીમાં કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિ અંગે ખુબ ચિંતિત છે અને અમે યુક્રેનના લોકોની પીડા ઓછી કરવા માટે તમામ પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ. 
Russia-Ukraine War: ભારતે UNSC માં આપ્યું અત્યંત મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

India on Russia-Ukraine War in UNSC: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 139 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયા સતત યુક્રેનના અનેક શહેરો પર હુમલો કરી રહ્યું છે. ત્યારબાદ યુક્રેનના કેટલાય શહેર તબાહ થઈ ગયા છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધ અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિવેદન આપ્યું છે. ભારતીય સ્થાયી મિશનના કાઉન્સિલર પ્રતિક માથુરે યુએનએસસીમાં કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિ અંગે ખુબ ચિંતિત છે અને અમે યુક્રેનના લોકોની પીડા ઓછી કરવા માટે તમામ પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ. 

ભારતીય સ્થાયી મિશનના કાઉન્સિલર  પ્રતિક માથુરે UNSC માં કહ્યું કે ભારત યુક્રેનની સ્થિતિ અંગે ખુબ ચિંતિત છે. સંઘર્ષના પરિણામસ્વરૂપ પોતાના લોકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે જીવન અને અગણિત દુખોનું નુકસાન થયું છે. 

તેમણે વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે નિર્દોષ લોકોના જીવની કિંમતે કોઈ સમાધાન નીકળી શકે નહીં. અમે એ વાત દોહરાવવાનું ચાલુ રાખીએ છીએ કે વૈશ્વિક વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કાયદો, સંયુક્ત ચાર્ટર અને ક્ષેત્રીય અખંડિતતા અને રાજ્યોની સંપ્રભુતાના સન્માન પર આધારિત છે. 

પ્રતિક માથુરે UNSC માં કહ્યું કે અમે યુક્રેનના લોકોની પીડા ઓછી કરવા માટેના તમામ પ્રયત્નોનું સમર્થન કરીએ છીએ. ખાસ કરીને યુક્રેન અને રશિયા સંઘ વચ્ચે વાતચીતને પ્રોત્સાહિત કરીએ છીએ. 

પ્રતિક માથુરે કહ્યું કે લાખો લોકો બેઘર થઈ ગયા અને પાડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર થયા. સંઘર્ષની શરૂઆતથી ભારત સતત તમામ શત્રુતાઓને સંપૂર્ણ રીતે અલગ કરવાનું આહ્વન કરે છે અને શાંતિ, સંવાદ અને કૂટનીતિના ભાગની વકાલત કરતું રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news