ઇમરાન ખાને સ્વિકાર્યું- કાશ્મીર મુદ્દે ન મળ્યો દુનિયાનો સાથ, PM મોદી પર કોઇ દબાણ નહી

એક પત્રકારે આ મુદ્દે પ્રશ્ન કર્યો કે આખરે વિશ્વ સમુદાયે કાશ્મીર પર પાકિસ્તાનની વાતને કેમ નજરઅંદાજ કરી દીધો? ઇમરાન ખાને તેનો જવાબ આપતાં કહ્યું કે ભારતની આર્થિક તાકાત અને વધતા જતા વૈશ્વિક દબદબાને પણ પરોક્ષ રીતે સ્વિકાર્ય છે.

ઇમરાન ખાને સ્વિકાર્યું- કાશ્મીર મુદ્દે ન મળ્યો દુનિયાનો સાથ, PM મોદી પર કોઇ દબાણ નહી

ન્યૂયોર્ક: જમ્મૂ-કાશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા બાદ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય જગતમાં ઉઠાવવાની પાકિસ્તાની પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આ દરમિયાન આખરે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) એ ખુલીને સ્વિકાર કરી લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠકમાં બ હાગ લેવા અમેરિકા પહોંચેલા ઇમરાન ખાને પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે આ મુદ્દે વૈશ્વિક સમુદાયના વલણથી નારાજ છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) સહિત દુનિયાના બધા પ્લેટફોર્મ પર પાકિસ્તાનને નિરાશા મળી. મોટાભાગના દેશો ભારતનું સમર્થન કર્યું.   

ઇમરાન ખાને પત્રકારો સાથે વાતચીત દરમિયાન કાશ્મીર મુદ્દે કહ્યું કે ''હું આંતરરાષ્ટ્રીય સમુદાયના વલણથી નારાશ છું. જો 80 લાખ યૂરોપીય અથવા યદૂદી આ ફક્ત 8 અમેરિકીઓને પણ આ પ્રકારે કેદ રાખવામાં આવે છે તો શું આ પ્રકારનું રિએકશન હોત? મોદી પર પાબંધીઓને દૂર કરવાને લઇને કોઇ દબાણ નથી. અમે સતત દબાણ બનાવતા રહીશું...9 લાખ સેના ત્યાં શું કરી રહી છે.?...''

એક પત્રકારે આ મુદ્દે પ્રશ્ન કર્યો કે આખરે વિશ્વ સમુદાયે કાશ્મીર પર પાકિસ્તાનની વાતને કેમ નજરઅંદાજ કરી દીધો? ઇમરાન ખાને તેનો જવાબ આપતાં કહ્યું કે ભારતની આર્થિક તાકાત અને વધતા જતા વૈશ્વિક દબદબાને પણ પરોક્ષ રીતે સ્વિકાર્ય છે. તેમણે કહ્યું કે જોકે લોકો 1.2 અરબ વસ્તીવાળા ભારતમાં મોટું બજાર દેખાઇ રહ્યું છે. 

PM પાક-પ્રાયોજિત આતંકવાદ' સામે લડવા માટે સક્ષમ: ડોનાલ્ડ ટ્રમ્પ
આ દરમિયાન પાકિસ્તાન પ્રાયોજિત આંકવાદ પર ભારતનું સમર્થન કરતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેંદ્ર મોદી આ મુદ્દાને ઉકેલવામાં સક્ષમ છે અને મોદીએ 'હાઉડી મોદી'ના મંચ પરથી ઇસ્લામાબાદને આતંક પર 'સ્પષ્ટ અને કડક' સંદેશ આપ્યો છે. મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા પહેલાં ટ્રંપે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news