IND vs SA: ટેસ્ટમાં કેમ બનશે બેસ્ટ? ઓપનિંગમાં પર્દાપણ પહેલા રોહિતની અગ્નિપરીક્ષા

રોહિત શર્મા ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં બોર્ડ અધ્યક્ષ ઇલેવનની આગેવાની કરશે, જેમાં તે ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની ટ્રાયલના છેલ્લા પ્રયાસમાં પોતાને સાબિત કરવા ઈચ્છશે. 

IND vs SA: ટેસ્ટમાં કેમ બનશે બેસ્ટ? ઓપનિંગમાં પર્દાપણ પહેલા રોહિતની અગ્નિપરીક્ષા

નવી દિલ્હીઃ ભારતીય વનડે ટીમ (Indian cricket team)નો વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થનારી ત્રણ દિવસીય ટેસ્ટ મેચમાં પ્રેસિડેન્ટ ઇલેવનની આગેવાની કરશે. રોહિતને પ્રથમવાર કોઈ ટેસ્ટ સિરીઝમાં ઓપનર તરીકે ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તેવામાં આ પ્રેક્ટિસ મેચ તેની માટે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રોહિતને આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં કેએલ રાહુલના સ્થાને ઓપનિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે. 

સાઉથ આફ્રિકાની ટીમ ભારત વિરુદ્ધ બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ઉતરતા પહેલા એક પ્રેક્ટિસ મેચ રમવા ઉતરશે. ઈન્ડિયન બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વિરુદ્ધ તેણે ત્રણ દિવસીય મેચ રમવાની છે. આ ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે. આ મેચ ગુરૂવાર, 26 સપ્ટેમ્બરથી વિજયાનગરમાં ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકે શરૂ થશે. 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ  (India vs South Africa) ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા પ્રેક્ટિસ મેચમાં રોહિતની બેટિંગ પર બધાની નજર રહેશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર હનુમા વિહારીને રોહિતના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી હતી. આફ્રિકા વિરુદ્ધ રોહિતને મયંક અગ્રવાલની સાથે ઓપનિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવશે. 

સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ મુકાબલા માટે બંગાળના કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન, પ્રિયાંક પંચાલ, કરૂણ નાયર, જલજ સક્સેના અને શ્રીકર ભરતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. પ્રિયાંક પંચાલ અને અભિમન્યુ ટીમ ઈન્ડિયામાં ઓપનિંગની દાવેદારી રજૂ કરી રહ્યાં છે. હાલમાં ઈશ્વરને દિલીપ ટ્રોફીની ફાઇનલમાં 153 રન ફટકાર્યા હતા. 

બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનઃ
રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, કરૂણ નાયર, સિદ્ધેશ લાડ, પ્રિયાંક પંચાલ, અભિમન્યુ ઈશ્વરન, કેએલ ભરત, જલજ સક્સેના, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, આવેશ ખાન, ઇશાન પોરેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news