NASA Astronaut Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી, બહાર પાડી ભરતી

Astronaut Job: નાસામાં એસ્ટ્રોનોટ્સ (NASA Astronaut) બનવા માટે જોરદાર સ્પર્ધા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાસાનું કહેવું છે કે 2020 માં 10 પદ માટે 12,000 થી વધુ અરજીઓ આવી હતી. 

NASA Astronaut Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી, બહાર પાડી ભરતી

NASA Jobs: જો તમને પણ લાગે છે કે તમે બીજા 'નીલ આર્મસ્ટ્રોંન્ગ' (ચંદ્રમા પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ) બની શકો છો તો તમારા માટે સોનેરી તક છે. નાસા (NASA) ચાર વર્ષોમાં પહેલીવાર નવા અંતરિક્ષ યાત્રીઓની નિયુક્તિ કરવા જઇ રહ્યું છે અને તેને સારા કેન્ડીડેટ્સની શોધ છે. 

નાસામાં એસ્ટ્રોનોટ્સ બનવા માટે જોરદાર સ્પર્ધા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાસાનું કહેવું છે કે 2020 માં 10 પદ માટે 12,000 થી વધુ અરજીઓ આવી હતી. અને આ વર્ષે પણ ભીડભાડવાળી દોડ હોવાની સંભાવના છે. નોકરી માટે અરજી 2 એપ્રિલ સુધી કરવામાં આવી શકે છે. 

ચંદ્ર પર જવાની તક
નવા અવકાશયાત્રીઓએ મુશ્કેલ બે વર્ષની તાલીમ અને મૂલ્યાંકનના સમયગાળામાંથી પસાર થવું પડશે. પસંદ કરાયેલા લોકો એજન્સીના આર્ટેમિસ પ્રોગ્રામનો ભાગ બની શકે છે, જેના હેઠળ આ દાયકાના અંતમાં અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવામાં આવશે. નાસાએ જણાવ્યું હતું કે 2020 દરમિયાન ચંદ્રનું સંશોધન માનવતાને 2030ના દાયકામાં મંગળ પર અવકાશયાત્રીઓ મોકલવા માટે તૈયાર કરવામાં મદદ કરશે.

એજન્સીનું કહેવું છે કે ''નાસાના અવકાશયાત્રીઓ છ દાયકા કરતાં વધુ સમયથી અવકાશમાં પ્રવાસ કરી રહ્યા છે અને 2000 થી સતત ત્યાં રહે છે.' 

હવે નાસાના આર્ટેમિસ કાર્યક્રમ ચંદ્રમા પર પહેલી મહિલા અને આગામી પુરૂષને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. 

'સ્પેસ લોન્ચ સિસ્ટમ (એસએલએસ) રોકેટની ઉપર ઓરિયન અંતરિક્ષ યાન મનુષ્યોને પહેલાંની તુલનામાં અંતરિક્ષમાં વધુ દૂર લઇ જશે- ચંદ્રમા અને અંતત: મંગળ ગ્રહના મિશન માટે.

વેતન અને યોગ્યતા
હ્યુસ્ટન, ટેક્સાસમાં સ્થિતિ પૂર્ણકાલિક, કાયમી પદ માટે પ્રતિ વર્ષ $152,258 (1,25,99,707.31 INR) નો પગાર મળશે. 

જોકે એપ્લાય કરવા માટે અંતરિક્ષ યાત્રી હોવું જરૂરી નથી, પરંતુ નાસાના પસંદગીના માપદંડ કડક છે. 

અરજદારોને એન્જીનિયરિંગ, બાયોલોજિકલ સાયન્સ, ફિજિકલ સાયન્સ, કોમ્યુટર વિજ્ઞાન અથવા ગણિત સહિત એસટીઇએમ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રીની સાથે અમેરિકી નાગરિક હોવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news