અનોખો દેશ જ્યાં એક પણ મચ્છર નથી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Iceland Country: સમ્રગ વિશ્વમાં મચ્છરના કરડવાથી લાખો લોકો મોતને ભેટે છે. અન્ય પ્રાણીઓની તુલનામાં મચ્છરના કરડવાથી સૌથી વધુ લોકોના મોત થાય છે. ડેન્ગ્યૂ, મલેરિયા જેવી જીવલેણ બિમારીઓ પણ મચ્છરના કરડવાથી જ થાય છે. જેનાથી અનેક લોકો મોતને ભેટે છે.
Trending Photos
Iceland Country: તમને કોઈ કહે કે એક દેશ એવો છે જ્યાં એક પણ મચ્છર જોવા નહીં મળે. તો તમને વિશ્વાસ નહીં આવે. પરંતુ ખરેખરે એક દેશ એવો છે જ્યાં તમે શોધવા નીકળો તો પણ તમને એક પણ મચ્છર નહીં મળે. આવો જાણીએ ક્યો એવો દેશ છે જે મચ્છરના આતંકથી મુક્ત છે.
આ દેશમાં નથી એક પણ મચ્છર
આ દેશ ઉત્તરી અટલાંટિક મહાસાગરમાં આવેલ આઈસલેન્ડ છે. જેમાં એક પણ મચ્છર નહીં જોવા મળતો. માત્ર મચ્છર જ નહીં પણ સાપ સહિત જમીન પર આળોટીને ચાલતા જીવ જોવા નથી મળતા. મચ્છર ના હોવાથી અહીં અનેક જીવલેણ બીમારીઓ પણ જોવા મળતી નથી.આઈસલૈન્ડ સહિત અન્ટાર્કટિકામાં પણ મચ્છર જોવા મળતા નથી. જો કે અહીં માણસો માટે રહેવું પણ શક્ય નથી.
આ પણ વાંચો:
હર હર મહાદેવના જયકાર સાથે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ, ફૂલોથી સુશોભિત પરિસર
સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ
કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...
મચ્છર ના હોવા પાછળ શું છે કારણ?
એક રિપોર્ટ મુજબ આઈસલૈન્ડમાં સતત આબોહવા બદલાતી રહે છે. જેથી અહીં મચ્છરોની લાઈફ સાઈકલ પૂર્ણ થઈ શકતી નથી. એટલું જ નહીં પણ અહીંયા ખૂબ વધુ ઠંડી હોય છે. જેનાથી અહીં મચ્છર જીવતા રહી શકતા નથી. સાથે અહીં ભરાયેલું પાણી ના હોવાથી મચ્છરો ના હોવાનું મોટું કારણ છે. તાપમાન ઝડપથી નીચે જતું હોવાથી ખુલ્લા અને ભરાયેલા પાણી જામી જાય છે. જેથી અહીં મચ્છરનો ઉપદ્રવ શક્ય નથી.
કેટલું હોય છે અહીં તાપમાન?
આઈસલૈન્ડ પર તાપમાનનો પારો માઈનસ 38 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેના લીધે દરેક વસ્તુ અહીં થીજી જાય છે. આ તમામ કારણોની સાથે એવું કહેવાય છે કે આઈસલૈન્ડનું પાણી, જમીન અને વાતાવરણ મચ્છરોના જીવ માટે સાનુકુળ નથી..
આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું
રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે