Wife Swapping Case: તું મારા ભાઈબંધ સાથે સૂઈ જા, પતિ કરવા લાગ્યો પત્ની પર અમેરિકામાં દબાણ

Wife Swapping In UK: પહેલાં તેણે તેની પત્ની પર ટૂંકા કપડાં પહેરવાનું દબાણ કર્યું. તે પછી તેણે કહ્યું કે અહીં નજીકના મિત્રો ઘણીવાર જાતીય આનંદ માટે તેમની પત્નીઓની અદલાબદલી કરે છે. 
 

Wife Swapping Case: તું મારા ભાઈબંધ સાથે સૂઈ જા, પતિ કરવા લાગ્યો પત્ની પર અમેરિકામાં દબાણ

Wife Swapping Case: જો તારી પત્ની મારી સાથે સૂવા માટે તૈયાર હોય તો તને અમેરિકાનું નાગરિકત્વ અપાવી દઉં.. પતિની હરકતોથી કંટાળીને આખરે એક મહિલા અમેરિકાથી ઘણી મુશ્કેલી સાથે મેરઠ પરત ફરી હતી. જે બાદ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં તેના પતિ, મિત્ર અને સાસરિયાંઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના કેલિફોર્નિયામાં પત્નીને વાઇફ સ્વેપિંગ ગ્રુપમાં જોડાવા માટે પતિ પ્રેશર કરતો હતો. કપલની સાથે તેના મિત્રને પણ રૂમમેટ બનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પત્ની પર અન્ય મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ દબાણ કરવામાં આવતું હતું. 

ડોક્ટરનો પરિવાર અહીં રહે છે
સિનિયર ડૉક્ટરનો પરિવાર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની પાશ કૉલોનીમાં રહે છે. તેમણે 14 જુલાઈ 2019 ના રોજ તેમની પુત્રીના લગ્ન દિલ્હીના એક યુવક સાથે કર્યા હતા. જે કેલિફોર્નિયા યુએસએમાં કામ કરે છે. 18મી જુલાઈના રોજ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં પણ નોંધણી કરાવી હતી.

આરોપ છે કે લગ્નમાં 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારપછી પણ સાસરિયાંઓ ડોક્ટર પાસે એક કરોડ રૂપિયાની માંગણી ફ્લેટ ખરીદવા માટે કરી હતી. જ્યારે માંગ પૂરી ન થઈ તો દિલ્હીના શાસ્ત્રીનગરમાં સસરા, સાસુ, જેઠ અને જેઠાણીએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. જે બાદ પીડિતાએ તેના પતિ સાથે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મિત્ર સાથે રૂમમાં રાખી પત્નીને
પતિએ ના પાડતાં આખરે પિતાએ દબાણ કરતાં પતિ સંમત થયો અને 11 માર્ચ 2020 ના રોજ મહિલાને કેલિફોર્નિયા યુએસએ લઈ ગયો હતો. ત્યાં પતિ એક મિત્ર સાથે રૂમ શેર કરીને રહેતો હતો. તેણે તેની પત્નીને પણ આ જ રૂમમાં રાખી હતી. પહેલાં તેણે તેની પત્ની પર ટૂંકા કપડાં પહેરવાનું દબાણ કર્યું. તે પછી તેણે કહ્યું કે અહીં નજીકના મિત્રો ઘણીવાર જાતીય આનંદ માટે તેમની પત્નીઓની અદલાબદલી કરે છે, તેથી તે મિત્રોના જૂથમાં પણ જોડાવવા માંગે છે જ્યાં પત્નીઓની અદલા બદલી થાય છે.

મહિલાએ ના પાડી દીધી
મહિલાએ તેના પતિ પર આ કૃત્યનો આરોપ લગાવ્યો હતો. તે પછી 25 માર્ચ 2020 ના રોજ પતિનો મિત્ર ઘરે આવ્યો. ત્યારે પતિ દવા લેવા ગયો હતો. જે સમયે તેના મિત્રએ તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. જે બાદ મિત્રને ડિનર માટે આમંત્રિત કરવાની સાથે તેની સાથે રાત ગુજારવાનું પતિ દ્રારા દબાણ કરાયું હતું. 

મહિલાના પતિએ કહ્યું કે તેના મિત્ર સાથે સંબંધ બાંધ્યા બાદ તે તેને અમેરિકન નાગરિકતા અપાવવામાં અને બિઝનેસ સેટ કરાવવામાં મદદ કરશે. જે સમયે પીડિતા આઘાતને કારણે બીમાર પડી હતી. આખરે પતિ પર ભારત પરત મોકલવા માટે દબાણ કરાતાં તેને મેરઠ મોકલી દેવામાં આવી હતી. જે બાદ સાસરિયાં સામે ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે મેરઠ એસપી સીટી આયુષ વિક્રમસિંહે જણાવ્યું હતું કે, મહિલાના પતિ દ્વારા હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ગયા બાદ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાનું નિવેદન નોંધવાની સાથે પુરાવા પણ માંગવામાં આવી રહ્યા છે. જેથી કરીને આરોપી પતિ અને સાસરિયાંઓની ધરપકડ કરી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news