'વધુ પત્ની હોય તો સ્વર્ગના દ્વાર ખુલે છે' અહીં એક વ્યક્તિ રાખે છે ઓછામાં ઓછી 3 પત્ની

અહીં એક મોટા ખડકની અંદર અનેક પરિવારો રહે છે. આ વિશેષ ખડકને રોકલેન્ડ રેન્ચ(Rockland Ranch) પણ કહે છે. આ રેન્ચ જોવામાં તો ખુબ જ સામાન્ય ખડક જેવો જ છે પરંતુ આ એક રહેણાંક વિસ્તાર છે.

'વધુ પત્ની હોય તો સ્વર્ગના દ્વાર ખુલે છે' અહીં એક વ્યક્તિ રાખે છે ઓછામાં ઓછી 3 પત્ની

વોશિંગ્ટન: અમેરિકાનું ઉતાહ(Utah) રાજ્ય અનેક રીતે વિશેષ છે. અહીં અસ્તિત્વ ધરાવતા પહાડો વચ્ચે એક પહાડ એવો પણ છે જ્યાં સેંકડો લોકો રહે છે. આ લોકો ન તો આદિવાસી છે કે ન તો પ્રવાસી કે ન તો વણઝારા પરંતુ એક ખાસ માન્યતાના પગલે તેમણે પોતાની જાતને એક જૂની પુરાણી ધાર્મિક માન્યતા સાથે જોડતા પોતાનો અલગ સમુદાય બનાવી લીધો છે. આ તમામ લોકો એક કટ્ટરપંથ મોરમન (Fundamentalist Mormons) ને માનનારા છે જ્યાં દરેક વ્યક્તિની એક કરતા વધુ પત્ની છે. 

કેવી રીતે શરૂ થઈ બહુપત્ની પ્રથા?
અહીં એક મોટા ખડકની અંદર અનેક પરિવારો રહે છે. આ વિશેષ ખડકને રોકલેન્ડ રેન્ચ(Rockland Ranch) પણ કહે છે. આ રેન્ચ જોવામાં તો ખુબ જ સામાન્ય ખડક જેવો જ છે પરંતુ આ એક રહેણાંક વિસ્તાર છે. અહીં રહેનારા મોરમન લોકો 1970ના દાયકામાં અહીં આવ્યા. આ પંથની શરૂઆત બોબ ફોસ્ટરે કરી હતી. અત્રે જણાવવાનું કે ફોસ્ટર એક પ્રોફેસર હતો જેની 3 પત્નીઓ અને 38 બાળકો હતા. અમેરિકામાં બહુપત્ની પ્રથાને મંજૂરી નથી આવામાં બોબ ફોસ્ટરને જેલની સજા થઈ હતી. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો તો તેણે પોતાનો એક અલગ સમુદાય બનાવી લીધો અને પત્નીઓ સાથે દુનિયાથી અલગ આ રોકલેન્ડ રેન્ચમાં રહેવા લાગ્યો હતો. 

'વધુ પત્ની હોય તો સ્વર્ગના દ્વાર ખુલે છે'
આ સમુદાયના લોકો માને છે કે એક કરતા વધુ પત્ની હોવી એ મૃત્યુ બાદ સ્વર્ગના દ્વાર ખોલે છે. આથી તેમાં કશું ખોટું નથી. આ સોચ સાથે સહમતિ ધરાવતા કેટલાક ઈસાઈ કટ્ટરપંથી પણ તેમની સાથે રોકલેન્ડ રેન્ચ પર રહેવા લાગ્યા. ધીરે ધીરે એક મોટો પરિવાર બની ગયો  અને હવે એવું મનાય છે કે હજુ પણ ત્યાં રહેતા અને લોકો બોબ ફોસ્ટરના જ બાળકો છે. રોકલેન્ડ રોન્ચને અનેક જગ્યાએથી ડાયનામાઈટથી ઉડાવવામાં આવ્યો જેના કારણે નાની મોટી અનેક ગુફાઓ બની ગઈ. હવે આ ગુફાઓમાં લોકો ઘર બનાવીને રહે છે. જેમ જેમ પરિવાર વધતા જાય તેમ ઘરોની સંખ્યા પણ વધતી જાય છે. શરૂઆતના સમયમાં અહીં ફક્ત એક જનરેટર હતું અને ટોઈલેટની પણ સુવિધા નહતી. 

બહુપત્ની પ્રથાને માન્યતા આપવાની માગણી
મોરમન સમુદાય આત્મનિર્ભર બની ચૂક્યો છે. તેના પોતાના અલગ ખેતરો છે અને તેમની પાસે સોલર ઉર્જાનો સ્ત્રોત છે. પોલ્ટ્રી ફાર્મ છે. તેમનો જબરદસ્ત  બિઝનેસ છે. આ સમુદાયે સમય સાથે પોતાને વિક્સિત કર્યો. આથી તે ઝડપથી આગળ વધ્યો. તેમની પાસે હવે હાઈવેને જોડનારા રસ્તા છે. હકીકતમાં અમેરિકામાં બહુપત્ની પ્રથાને માન્યતા નથી આથી આ કારણે બોબ ફોસ્ટરને જેલમાં મોકલી દેવાયો હતો. આથી બહુપત્ની વિચારધારાને માનનારા લોકોએ બાકી સમાજના મુખ્ય પ્રવાહથી અલગ પોતાની એક દુનિયા વસાવી લીધી છે. 

સેનેટમાં પાસ થયું બિલ
અહીં લાંબા સમયથી આ સમુદાય માટે બહુવિવાહની પ્રથાને અપરાધિક કૃત્ય ન માનવાની માગણી થઈ રહી છે. આ પ્રથા સંલગ્ન બિલ લઈને Utah ના સાંસદોએ વોટિંગ પણ કર્યું. અમેરિકી ન્યૂઝ વેબસાઈટ abcnews માં પ્રકાશિત રિપોર્ટ મુજબ ગત વર્ષ 20 ફેબ્રુઆરી 2020ના રોજ અહીંના સેનેટરોએ બહુવિવાહને અપરાધમુક્ત કરવા માટે સર્વસંમતિથી બિલ પાસ કર્યું. જ્યારે આ અગાઉ બહુવિવાહ આ સ્ટેટમાં પણ એક અપરાધ હતો જેના કારણે પાંચ વર્ષની સજાની જોગવાઈ હતી. 

UTAH MULTI SHADI

પત્નીઓમાં તણાવ નથી, બાળકોને બધી માતા વ્હાલી
અમેરિકી મીડિયાના રિપોર્ટ મુજબ અહીંના લોકો શાંતિપ્રિય છે. એક વ્યક્તિની બધી પત્નીઓ પરસ્પર પ્રેમથી રહે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત અનેક અમેરિકી અખબારોના જણાવ્યાં મુજબ લોકોનું માનવું છે કે તેમના પર બહુવિવાહની પ્રથા કોઈએ થોપી નથી પરંતુ આ તેમની પોતાની ચોઈસ છે. અહીં બાળકો શાળાએ જવા ઉપરાંત પોતાના ખેતરોમાં અને પોલ્ટ્રી ફાર્મમાં પણ કામ કરે છે. પોતાના પરિવાર સાથે હળીમળીને રેહવું એ પુરુષોની જવાબદારી છે. આ સમુદાયના બાળકોનું કહેવું છે કે તેમને તેમની બધી મમ્મીઓ વ્હાલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news