ક્રિકેટ જગત માટે માઠા સમાચાર! BCCI પ્રમુખ Sourav Ganguly ને થયો કોરોના, હાલત જોઈ સૌ કોઈ ચિંતામાં

ક્રિકેટ જગત માટે માઠા સમાચાર! BCCI પ્રમુખ Sourav Ganguly ને થયો કોરોના, હાલત જોઈ સૌ કોઈ ચિંતામાં

નવી દિલ્લીઃ ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. બીસીસીઆઈ (BCCI) પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) કોરોના પોઝિટિવ (Corona-Positive) થતાં ખળભળાટ મચી ગયો છે. સૌરવ ગાંગુલી આ પહેલાં પણ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમતા આવ્યાં છે. થોડા સમય પહેલાં જ દાદાને હાર્ટ અટેક આવતાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતાં.

ત્યારે પણ ડોક્ટરોએ તેમને તબિયત સાચવવા માટે ખુબ જ તાકિદ કરી હતી. એવામાં કોરોનાની ઝપેટમાં આવવાથી તબિયત પર માઠી અસર પડી શકે છે. એજ કારણ છેકે, તેમના સાથી મિત્રો સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત સૌ કોઈ ચિંતાતૂર છે. દાદાના ચાહકોને પણ ચિંતા સતાવી રહી છે. સૌ કોઈ તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યું છે.

કોરોનાના ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ઉલ્લેખનીય છેકે, BCCI પ્રમુખ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

જાન્યુઆરી 2021માં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. ત્યારબાદ સૌરવ ગાંગુલીને મહિનામાં બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જો કે, તે પછી તે સાજો થઈ ગયો હતો અને સતત કામ કરી રહ્યો હતો. સૌરવ ગાંગુલીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સૌરવ ગાંગુલી સતત ચર્ચામાં છે, જ્યારે ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. 

વિરાટ કોહલીને કેપ્ટનશીપમાંથી હટાવવાનો નિર્ણય લેવાયા બાદ આ વિવાદ વધ્યો હતો. એમાંય કોહલીએ પ્રેસ કરીને બધાની સામે બીસીસીઆઈના વલણ અંગે ચર્ચા કરી હતી. કોહલીએ જણાવ્યું હતુંકે, કેપ્ટનશીપ પાછી ખેંચવાના નિર્ણય અંગે તેને કોઈ સુચના આપવામાં આવી નહોંતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી વચ્ચેનો ગજગ્રાહ સપાટી પર આવી ગયો હતો. આવી સ્થિતિમાં હવે ગાંગુલી કોરોના પોઝિટિવ થતાં ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news