Hania Amir: પાકિસ્તાની અભિનેત્રીએ ગણેશજીની મૂર્તિ સાથે તસવીર પડાવી, સોશિયલ મીડિયામાં હંગામો

Pakistani Actress Controversy: તાજેતરમાં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે આરઆરઆરના ઓસ્કર જીતનારા ગીત નાટુ નાટુ પર ખુબ ડાન્સ કરતી જોવા મળી હતી. પાકિસ્તાનમાં અનેક લોકોને આ વાત ગમી નહતી. હવે હનિયા આમિર એકવાર ફરીથી લોકોના નિશાન પર છે.

Hania Amir: પાકિસ્તાની અભિનેત્રીએ ગણેશજીની મૂર્તિ સાથે તસવીર પડાવી, સોશિયલ મીડિયામાં હંગામો

Pakistani Actress Controversy: તાજેતરમાં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે આરઆરઆરના ઓસ્કર જીતનારા ગીત નાટુ નાટુ પર ખુબ ડાન્સ કરતી જોવા મળી હતી. પાકિસ્તાનમાં અનેક લોકોને આ વાત ગમી નહતી. હવે હનિયા આમિર એકવાર ફરીથી લોકોના નિશાન પર છે. આ વખતે કારણ બન્યું છે એક ફોટો. આ ફોટામાં હનિયા ભગવાન ગણેશની એક મૂર્તિ સામે છે. તેણે ભગવાનની પ્રતિમા સાથે આ ફોટો પડાવ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. અને ટીકાનો વરસાદ થવા લાગ્યો. સોશિયલ મીડિયામાં પાકિસ્તાનમાં અનેક લોકો તેનાથી નારાજ છે. 

મિની ફોટોશૂટ અને મસાજ
તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલી તસવીરો પર ફોલોઅર્સની મિક્સ પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાકે તેનું સમર્થન કર્યું છે તો કેટલાકે આકરો વિરોધ કર્યો છે. કેટલાક તેને અનફોલો પણ કરી દીધી. તસવીરો શેર કરતા હનિયાએ કેપ્શનમાં લખ્યું કે મિની ફોટોશૂટ અને મસાજ. હવે પાકિસ્તાની અભિનેત્રીના હિન્દુ ભગવાનની મૂર્તિ સાથે કોઈ પણ મુસ્લિમ માટે અપમાનજનક ગણાવતા પાકિસ્તાનના લોકો નારાજ થયા છે. જ્યારે કેટલાક તેના આ પગલાને સારી પહેલ માની રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેમા શું ખોટું છે. તે પૂજા કરતી નથી. ફક્ત જોવા માટે આ તસવીર લેવાઈ છે. કેટલાક લોકો દરેક વસ્તુ પર ઓવરરિએક્શન કરે છે. હનિયાનો આ ફોટો કંબોડિયામાં  રજા ગાળવા દરમિયાન ખેંચાયેલો છે. 

ડાન્સ વીડિયો વાયરલ
કોઈએ કહ્યું કે શું તમે ગણેશજી સાથે પોઝ  આપી રહ્યા છો? એક વ્યક્તિએ લખ્યું કે માણસને એક જીવન મળે છે અને તેને પોતાનું જીવન જીવવા દો. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમે તમામ તસવીરો અને લોકોના કમેન્ટ જોઈ શકો છો. અત્રે જણાવવાનું કે ગત ફેબ્રુઆરીમાં હનિયા આમિરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. ફિલ્મ આરઆરઆરને ત્યારે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો અને આ ગીત પાકિસ્તાનમાં પણ ખુબ વાગતું હતું. તે સમયે હનિયાનો ડાન્સ વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે નાટુ નાટુ ગીત પર નાચતી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news