એક પગથી પોતાની વિકલાંગતાને હંફાવે છે આ યુવતી, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રેન્ડ
આજે દુનિયાભરમાં વિશ્વ ડિસેબિલિટી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. હકીકતમાં, વિશ્વભરમાં આ દિવસની શરૂઆત દિવ્યાંગ લોકો પ્રતિ જાગૃતતા લાવવા માટે કરવામા આવી હતી. આ દિવસને ઉજવવાનો હેતુ લોકોમાં દિવ્યાંગની અસમર્થતા અને દિવ્યાંગ પ્રતિ તેમના અધિકારો વિશે જાગૃત કરવાના છે. 3
Trending Photos
નવી દિલ્હી : આજે દુનિયાભરમાં વિશ્વ ડિસેબિલિટી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. હકીકતમાં, વિશ્વભરમાં આ દિવસની શરૂઆત દિવ્યાંગ લોકો પ્રતિ જાગૃતતા લાવવા માટે કરવામા આવી હતી. આ દિવસને ઉજવવાનો હેતુ લોકોમાં દિવ્યાંગની અસમર્થતા અને દિવ્યાંગ પ્રતિ તેમના અધિકારો વિશે જાગૃત કરવાના છે. 3 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વિકલાંગ દિવસ ઉજવવાની શરૂઆત 1992માં સંયુક્ત રાષ્ટ્રએ કરી હતી. જેના બાદ 2007માં આ દિવસને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ. આમ તો દુનિયામાં આવા લોકો બહુ જ ઓછા છે જે શારીરિક ખામીથી ઉપર ઉઠીને મનથી તે ખામીને દૂર કરવામાં સફળ રહ્યાં છે. આ એ લોકો છે, જે સંઘર્ષ કરવામાં વિશ્વાસ ધરાવે છે અને આ જ વિશ્વાસ તેમને તેમની નબળાઈ અને ડરથી બહાર કાઢવામાં મદદ કરે છે.
You Aren't Really Disabled If You Know How To Explore Your Abilities. Best Wishes To Differently Abled People On #InternationalDisabilityDay. Keep Fighting And Never Give Up. Good Morning. 😇🤗🙏 #MondayMotivation pic.twitter.com/4vCN5kSNjX
— Sir Jadeja (@SirJadeja) December 3, 2018
એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં એક એવી યુવતી દેખાય છે, જેનો એક પગ નથી. જેના બાદ પણ તે બીજા લોકોની જેમ જિમિંગ કરે છે. પછી તે વેઈટ લિફ્ટિંગ હોય કે પછી બીજું કંઈક, કંઈ પણ કરવામાં તેને તકલીફ નથી થઈ રહી. કેમ કે, તેણે પોતાની નબળાઈને પોતાની તાકાત બનાવી લીધી છે. આ વીડિયોને જોઈને અનેક લોકોને પ્રેરણા મળી રહી છે. અનેક લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયો અનેક લોકોને મોટિવેટ કરી રહ્યો છે. 39 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ યુવતી કેવી રીતે વજન ઉઠાવીની વેઈટ લિફ્ટિંગ કરી રહી છે. શાંતિથી તે ડંબેલ્સ ઉઠાવે છે અને વેઈટ લિફ્ટિંગ શરૂ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે