VIDEO : રિલીઝ થયું રણવીર અને સારાની 'સિંબા'નું ટ્રેલર, જોવા કરો ક્લિક

આ ફિલ્મનું ટ્રેલર જોઈને અજય દેવગનની 'સિંઘમ' યાદ આવી જશે

VIDEO : રિલીઝ થયું રણવીર અને સારાની 'સિંબા'નું ટ્રેલર, જોવા કરો ક્લિક

મુંબઈ : અત્યાર સુધી લગ્નને કારણે ચર્ચામાં રહેલો રણવીર સિંહ પોતાની ફિલ્મના કારણે ચર્ચામાં આવ્યો છે. રણવીરની આગામી ફિલ્મ 'સિંબા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'સિંબા'નું ટ્રેલર બહુ દમદાર છે. આ ટ્રેલર જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ફિલ્મની વાર્તા અજય દેવગનના 'સિંઘમ' સાથે જોડાયેલી છે. ફિલ્મમાં રણવીર સિંગ અનોખા અંદાજમાં દેખાય છે. 

ટ્રેલરમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ સારા અલી ખાનને ખાસ ફુટેજ નથી મળ્યું. ડિરેક્ટર રોહિત શેટ્ટીની આ ફિલ્મ માટે રણવીરે બહુ મહેનત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં 'સિંબા' વિશે વાત કરતા રણવીરે કહ્યું હતું કે ''હું શરૂઆતથી જ રોહિત શેટ્ટીનો મોટો પ્રશંસક છું. હું હંમેશા તેમની સાથે કામ કરવા ઇચ્છતો હતો. મેં વર્ષોથી આવી ધમાકેદાર ફિલ્મ નથી કરી.''

'સિંબા'માં રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની જોડી પહેલીવાર સાથે કામ કરી રહી છે. રોહિત શેટ્ટી મસાલા ફિલ્મોના કિંગ ગણાય છે અને દર્શકો તેની ફિલ્મોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. રોહિતની છેલ્લી ફિલ્મ 'ગોલમાલ અગેઇન' બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી. રણવીર હવે 'સિંબા' સિવાય 'ગલ્લી બોય'માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. રણવીરની 'સિંબા' આ વર્ષે 28 ડિસેમ્બરે જ્યારે 'ગલ્લી બોય' આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news