Russia Ukraine War: શું રશિયા અમેરિકા પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધે મોટાભાગના અમેરિકનોને કઈંક હદે તો ચિંતિત કરી નાખ્યા છે.

Russia Ukraine War: શું રશિયા અમેરિકા પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વોશિંગ્ટન: યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધે મોટાભાગના અમેરિકનોને કઈંક હદે તો ચિંતિત કરી નાખ્યા છે. તેમને ચિંતા થઈ રહી છે કે અમેરિકા સીધા સંઘર્ષમાં જોડાઈ જશે અને પરમાણુ હથિયારો સાથે ટાર્ગેટ થઈ શકે છે. એક નવા સર્વેમાં ચિંતાના સ્તરને દર્શાવવામાં આવ્યું છે. જેમાં કોલ્ડ વોરના યુગની ગૂંજ છે. 

નવા સર્વેમાં અમેરિકનોને સતાવી રહ્યો છે પરમાણુ યુદ્ધનો ડર
એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના નવા સર્વે મુજબ લગભગ અડધો અડધ અમેરિકનો કહે છે કે તેઓ ખુબ ચિંતિત છે કે રશિયા સીધા પરમાણુ હથિયારો સાથે અમેરિકાને નિશાન બનાવશે. 

પુતિને પોતાના દેશના પરમાણુ દળોને હાઈ અલર્ટ પર રાખ્યા
એજન્સીની ખબર મુજબ 24 ફેબ્રુઆરીના રોજ આક્રમણ બાદ તરત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાના દેશના પરમાણુ દળોને હાઈ અલર્ટ પર રાખ્યા હતા. મોટા ભાગે 10માંથી 9 અમેરિકન ઓછામાં ઓછા કઈક હદે તો ચિંતિત છે જ કે પુતિન યુક્રેન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. 

રિસર્ચર્સનું આ છે માનવું
એમહર્સ્ટ, મેસાચુસેટ્સના એક સેવાનિવૃત્ત રિસર્ચર રોબિન થોમ્પસને કહ્યું કે રશિયા નિયંત્રણ બહાર છે અને મને નથી લાગતું કે તેને વાસ્તવમાં કોઈ પણ ચીજની ચિંતા છે. પરંતુ તે શું ઈચ્છે છે, તેની પાસે પરમાણુ હથિયાર છે.

71 ટકા અમેરિકનોનું કહેવું છે કે રશિયાના યુક્રેન પર આક્રમણથી દુનિયામાં ગમે ત્યાં પરમાણુ હથિયારોના ઉપયોગની શક્યતા વધી ગઈ છે. 

ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમથી પણ ટેન્શનમાં છે અમેરિકનો
આ સર્વેક્ષણ શુક્રવારે ઉત્તર કોરિયા દ્વારા પોતાની સૌથી મોટી આંતરમહાદ્વિપિય બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પહેલા કરવામાં આવ્યો હતો. સર્વેમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે 51 ટકા અમેરિકનોએ કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમથી અમેરિકનો માટે પેદા થયેલા જોખમ અંગે ખુબ ચિંતિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news