જે જગ્યાએથી હાફિઝ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો, ત્યાં તેને નમાજ અદા ન કરવા દેવાઈ
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને કેટલાય વર્ષોમાં પહેલીવાર સરકારે અહીંના કદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે ઈદની નમાજનું નેતૃત્વ કરવા દીધુ નહીં.
Trending Photos
લાહોર: મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદને કેટલાય વર્ષોમાં પહેલીવાર સરકારે અહીંના કદ્દાફી સ્ટેડિયમમાં બુધવારે ઈદની નમાજનું નેતૃત્વ કરવા દીધુ નહીં. આ જગ્યા તેની મનપસંદ છે. ત્યારબાદ સઈદે પોતાના જૌહર કસ્બા સ્થિત ઘર પાસે એક સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કરી. તેના સંગઠન જમાત ઉદ દાવાને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી સંગઠન જાહેર કરેલુ છે. આ ઘટનાક્રમ સાથે નજીકથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે જેડીયુના પ્રમુખ સઈદ કદ્દાફી સ્ટેડિયમમાં નમાજનું નેતૃત્વ કરવા માંગતો હતો પરંતુ તેને એક દિવસ અગાઉ જ પંજાબ સરકારના એક અધિકારીએ આવું ન કરવા માટે જણાવ્યું હતું.
જો તે પોતાની યોજના (ઈદનની નમાજનું નેતૃત્વ કરવા) પર આગળ વધશે તો સરકાર તેની ધરપકડ પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે સરકારના નિર્દેશ બાદ સઈદ પાસે કોઈ બીજો વિકલ્પ નહતો અને તેણે કદ્દાફી સ્ટેડિયમમાં નમાજનું નેતૃત્વ કરવાની પોતાની યોજના રદ કરી નાખી. નોંધનીય છે કે સઈદ આ સ્ટેડિયમમાં ઘણા વર્ષોથી ઈદ અને બકરી ઈદની નમાજનું નેતૃત્વ કરતો આવ્યો છે.
જુઓ LIVE TV
આ સાથે જ સરકાર તેને પૂરતી સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવતી હતી. ભૂતકાળમાં સઈદ માત્ર નમાજનું નેતૃત્વ જ નહીં પરંતુ આ પ્રકારના ધાર્મિક ઉત્સવો પર ભારે ભીડ ભેગી કરીને ખાસ કરીને કાશ્મીર અંગે પોતાના વિચારો રજુ કરતો હતો. મુંબઈ હુમલા બાદ સઈદને 10 ડિસેમ્બર 2008ના રોજ યુએનએ પ્રતિબંધિત કરી દીધો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. કહેવાય છે કે જમાત ઉદ દાવા લશ્કર એ તૈયબાનું જ એક એવું સંગઠન છે જે મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે