સાણંદ: વ્યાજખોરોનો આતંક યથાવત, અપહરણ કર્યા બાદ યુવકની કરી હત્યા

થોડા દિવસ અગાઉ સાણંદમાં સુમેરસિંહ નામના એકનું અપહરણ કર્યા બાદ યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. યુવકને જે દિવસે મૃતદેહ મળ્યોએ રાતે તેના ઘરેથી યોગેસસિંહ ઉર્ફે લાલભા ઉર્ફે બટાકાઅને અન્ય ત્રણ શખ્સ દ્વારા અપહરણ કરી રાતે ઢોર માર મારવામાં આવ્યો હતો. સવારે તે યુવકની લાશ મળી આવી હતી. 

સાણંદ: વ્યાજખોરોનો આતંક યથાવત, અપહરણ કર્યા બાદ યુવકની કરી હત્યા

ઉદય રંજન/અમદાવાદ: થોડા દિવસ અગાઉ સાણંદમાં સુમેરસિંહ નામના એકનું અપહરણ કર્યા બાદ યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી. યુવકને જે દિવસે મૃતદેહ મળ્યોએ રાતે તેના ઘરેથી યોગેસસિંહ ઉર્ફે લાલભા ઉર્ફે બટાકાઅને અન્ય ત્રણ શખ્સ દ્વારા અપહરણ કરી રાતે ઢોર માર મારવામાં આવ્યો હતો. સવારે તે યુવકની લાશ મળી આવી હતી. 

જેમા સાણંદ પોલીસે યોગશસિંહ ઉર્ફે લાલભા ઉર્ફે બટાકાની ધરપકડ કરવામાં આવી છે. લાલભાએ સુમેરસિંહને રૂપિયા વ્યાજે આપ્યા હતા અને ઉચ્ચા વ્યાજે રૂપિયા આપ્યા હતા. જેમા 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાંથી 1.5 લાખ પાછા આપી દીધા હતા. પરતું લાલભા વ્યાજના વ્યાજ સાથે તેની પાસે થી 7 થી 8 લાખ રૂપિયા માંગતા હતા.

જે બાબતે આનાકાની કરતા તેને પકડી ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ લાલભા અને તેના સાગરીતો નાસી ગયા હતા. પોલીસે લાલભાની અનેક જગ્યાએ તપાસ કરાઈ પણ મળી આવ્યા ન હતા. ત્યારબાદ લાલભા મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસે લાલભા સાથે બીજા આરોપીઓ જે હતા તેમની શોધખોળ શરૂ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછરપછમાં કબુલ્યું છે કે, મરણ જનાર પાસે રૂપિયા લેવાના હતા. તે મામલે હત્યા કરવામાં આવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news