Video: જિમ્નેસ્ટિક્સની માઇકલ જેક્સન કહેવાય છે કેટલીન, હવામાં દેખાડ્યા અમેઝિંગ કરતબ

વાયરલ વીડિયોમાં કેટલીન જ્યારે માઇકલ જેક્સનનું ગીત ‘The Way You Make Me Feel’ સાંભળે છે ત્યારે તેના પગ નાચવા લાગે છે અને ત્યાર પછી તે જિમ્નાસ્ટને માઇકલ જેક્સનના આ સોન્ગ સાથે કરવા લાગે છે.

Video: જિમ્નેસ્ટિક્સની માઇકલ જેક્સન કહેવાય છે કેટલીન, હવામાં દેખાડ્યા અમેઝિંગ કરતબ

લોસ એન્જલસ: કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક મહિલા જિમ્નેસ્ટિક્સનો વીડિયો ઘણો ધમાલ મચાવી રહ્યો છે, જેમાં મહિલા જિમ્નેસ્ટિક્સના હવામાં સ્ટંટ જોઇને લોકોની આંખો ખુલ્લી રહી ગઇ હતી. જણાવી દઇએ કે સોશિયલ મીડિયામાં કેટલીન ઓહાશી નામની એક જિમ્નેસ્ટિક્સનો વીડિયો ખુબજ જોવામાં આવ્યો છે અને લાખો લોક દ્વારા તેને શેર પણ કરવામાં આવ્યો છે. 2 મીનિટના આ વીડિયોમાં કેટલીન જુદા-જુદા કરતબ દેખાડી લોકોને સ્તબ્ધ કરી દે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં આ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો છે. જણાવી દઇએ કે કેટલીનના આ આશ્ચર્યકારક કરતબનો વીડિયો યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નીયા, લોસ એન્જલસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આ વીડિયો જંગલમાં આગની જેમ ફેલાઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં કેટલીન જ્યારે માઇકલ જેક્સનનું ગીત ‘The Way You Make Me Feel’ સાંભળે છે ત્યારે તેના પગ નાચવા લાગે છે અને ત્યાર પછી તે જિમ્નાસ્ટને માઇકલ જેક્સનના આ સોન્ગ સાથે કરવા લાગે છે. હકિકતમાં કેટલીન ત્યાં કોલેજ મીટ માટે પહોંચી હતી. જ્યાં તેણે પર્ફોર્મન્સ કર્યું હતું. એવામાં જ્યારે કેટલીન તેનું પર્ફોર્મન્સ શરૂ કરે છે, ત્યારે દરેક બાજુએથી બુમો સાંભળવા મળે છે. ત્યારે UCLAના આ વીડિયાને શેર કર્યા બાદ આ વીડિયો સંપૂર્ણ વિશ્વમાં ધમાલ માચાવી રહ્યો છે.

— UCLA Gymnastics (@uclagymnastics) January 13, 2019

કેટલિનના પર્ફોર્મન્સ દરમિયાન તેને જોવા બેઠેલી ઓડિયન્સ કેટલી ઉત્સાહિત હતી. તે તમે વીડિયોમાં જોઇ શકો છો. જે રીતે તેણે તેના મૂવ દેખાળવાનું શરૂ કરે છે ત્યારે દરેક તરફથી માત્ર લોકોની બૂમો સંભળાઇ રહી હતી. તેને જોઇને લોકો એટલા ઉત્સાહિત હતા કે તેની દરેક મૂવ પર ઉભા થઇને તાલીઓ પાડતા હતા. ત્યારે વાયરલ વીડિયો કેટલીનના આત્મવિશ્વાસ અને તેના ચહેરા પર દેખાતી ખુશીના કારણે પણ ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક યૂઝર્સનું કહેવું છે કે ‘જે ખુશી અને આત્મવિશ્વાસની સાથે કેટલીને આ પર્ફોર્મન્સ કર્યું છે તે ઘણું પ્રશંસનીય છે.’

12 વર્ષની ઉંમરમાં પોતાના નામે કર્યા ઘણા ખિતાબ
ત્યારે પોતાના પર્ફોર્મન્સ પર આ 21 વર્ષીય જિમ્નેસ્ટિક્સનું કહેવું છે કે- ‘પર્ફોર્મન્સ કરવું મને સૌથી વધારે પસંદ છે. આ વીડિયો જોઇને તમે જે અનુભવ કરો છો તેવો જ અનુભવ હું કરૂં છું. હવે તમે વિચારી રહ્યા હશો કે આટલી જબરદસ્ત ખેલાડી હોવા છતાં પણ કેટલીનનું સુંદર પર્ફોર્મન્સ ઓલમ્પિકમાં જોવા કેમ મળતું નથી, તો જણાવી દઇએ કે 12 વર્ષની ઉંમરમાં જ કેટલીને ઘણાં ખિતાબ પોતાના નામે કરી લીધા છે. 2013માં તેણે નંબર વન જિમ્નેસ્ટિક્સ રહી સિમોન બાઇલ્સને હરાવી અમેરિકન કપ જીત્યો હતો, પરંતુ ઇજાગ્રસ્ત થવાના કારણે તે ઓલમ્પિકમાં ભાગ લઇ શકી ન હતી.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news