આ દેશ માટે આવી મોટી ખુશખબરી, ક્રિસમસ પહેલાં આવી શકે છે COVID-19 વેક્સીન
જર્મન ચાંસલર એંજેલા મર્કેલ (Angela Merkel)એ આજે સાંસદને જણાવ્યું કે ક્રિસમસ (Christmas) પહેલાં કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) હેલ્થ વર્કર્સ વૈક્સીનેશન (Vaccination)કરવા માટે ઉપલબ્ધ થઇ શકે છે.
Trending Photos
બર્લિન: જર્મન ચાંસલર એંજેલા મર્કેલ (Angela Merkel)એ આજે સાંસદને જણાવ્યું કે ક્રિસમસ (Christmas) પહેલાં કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) હેલ્થ વર્કર્સ વૈક્સીનેશન (Vaccination)કરવા માટે ઉપલબ્ધ થઇ શકે છે. જર્મન સરકારે રાજ્યોના સાથે મળીને COVID-19 ઉપાયોને કઠોરતાથી લાગૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ ઉપાયોને 20 ડિસેમ્બર સુધી વધારવામાં આવશે.
તેમછતાં ક્રિસમસ પર પ્રતિબંધોમાં રાહત નહી
જોકે લોકોને ક્રિસમસ પર પ્રતિબંધોને લઇને કોઇ રાહત મળશે નહી. મર્કેલએ ભાર મુકીને કહ્યું કે સરકર ક્રિસમસ અને નવા વર્ષ પર પ્રતિબંધોમાં કોઇપણ પ્રકારની નરમાઇ વર્તવાનો વાયદો કરી ન શકે. તેમણે કહ્યું કે ' મંગળવારે COVID-19ના કારણે મરનારાઓના એક રેકોર્ડ દુખડ સંખ્યા નોંધાઇ છે, જોકે ચિંતાનું મોટું કારણ છે.
દેશએ પહેલાં કહ્યું હતું કે તે વાયરસ પર કાબૂ મેળવવા માટે યૂરોપને સ્કીઇંગની રજાઓ પર પ્રતિબંધ લગાવવા માટે કહેશે. જર્મન સરકાર Ski Slopesને 10 જાન્યુઆરી સુધી બંધ કરવાની માંગ કરી રહી છે.
રેસ્ટોરેન્ટ-પબ પણ રહેશે બંધ
ચાંસલર એંજેલા મર્કેલએ કહ્યું હતું કે રજાઓની સિઝન હોવાછતાં અંગત સમારોહને સીમિત કરવા અને સાંસ્કૃતિ સુવિધાઓ, રેસ્ટોરેન્ટ અને પબને બંધ કરવાના પ્રતિબંધોને જાન્યુઆરીની શરૂઆત સુધી વધારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે