એક સમયે ગાંધીજી પણ હતા ફૂટબોલના શોખીન, દક્ષિણ આફ્રિકામાં શરૂ કરી હતી ત્રણ ક્લબ
ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ વિશે તો સૌ જાણે છે પરંતુ તેમણે ત્યાં એક અલગ કામ કર્યું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 1896માં એક- બે નહીં પરંતુ ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હા, તેમણે ડરબન, પ્રીટોરિયા અને જોહાનિસબર્ગમાં ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી અને તેને 'પેસિવ રજિસ્ટર્સ સોકર ક્લબ્સ' નામ આપ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીને દુનિયા તેમના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતો માટે ઓળખે. ગાંધીજી કે જેમને આપણે સૌ પ્રેમથી બાપુ કહીને બોલાવી છીએ તેમણે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવાનું બીડું ઝડપતાં પહેલાં દક્ષિણ આફ્રિકામાં ઘણો સમય પસાર કર્યો હતો. ખરેખર તો ગાંધીજીને અંગ્રેજો સામે લડત ચલાવાની પ્રેરણા પણ દક્ષિણ આફ્રિકામાં જ મળી હતી. અહીં પણ તેમણે અંગ્રેજોની રંગભેદ નીતિનો ભારે વિરોધ કર્યો હતો.
ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સંઘર્ષ વિશે તો સૌ જાણે છે પરંતુ તેમણે ત્યાં એક અલગ કામ કર્યું હતું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 1896માં એક- બે નહીં પરંતુ ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. હા, તેમણે ડરબન, પ્રીટોરિયા અને જોહાનિસબર્ગમાં ત્રણ ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી અને તેને 'પેસિવ રજિસ્ટર્સ સોકર ક્લબ્સ' નામ આપ્યું હતું.
ગાંધીજીએ આ ફૂટબોલ ક્લબનો ઉપયોગ પણ દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિનો વિરોધ કરવા માટે કર્યો હતો. તેમણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ફુટબોલને સત્યાગ્રહનું માધ્યમ બનાવ્યું હતું. તેઓ આ રીતે ખુદને એક મધ્યસ્ત અને પ્રદર્શનકારી તરીકે સાબિત કરવામાં સફળ રહ્યા હતા.
ગાંધીજીની ફુટબોલ ટીમમાં એ લોકો સામેલ હતા જે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નીતિ સામેની લડાઈમાં ગાંધીજીની સાથે હતા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં આફ્રિકન ઈતિહાસના પ્રોફેસર પીટીર અલેગીના હવાલાથી ગોલ ડોટ કોમે લખ્યું છે કે, "આફ્રિકા ખંડની આ પ્રથમ સંગઠિત ફૂટબોલ જૂથ હતું, જેનું નેતૃત્વ ત્યાંના ગોરા લોકોના હાથમાં ન હતું. ગાંધીજીએ ફુટબોલના માધ્યમ સાથે લોકોને પોતાના સામાજિક આંદોલન સાથે જોડ્યા હતા. મેચ દરમિયાન ગાંધીજી અને તેમના સહયોગી સંદેશા લખેલા પેમ્ફ્લેટ વહેંચતા રહેતા હતા."
દક્ષિણ આફ્રિકન ઇન્ડોર ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ પૂબાલન ગોવિંદસામીએ ફીફાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ગાંધીજીને ફુટબોલના લિજેન્ડ જણાવ્યા હતા. ફીફાએ પુબાલનના હવાલાથી લખ્યું છે કે, "ગાંધીજી સમજી ગયા હતા કે આ દેશમાં ફુટબોલ પ્રત્યે લોકોને અઢળક પ્રેમ છે અને આ પ્રેમના માધ્યમથી જ તેમને સામાજિક આંદોલન સાથે જોડી શકાય છે."
પૂબાલને ગાંધીજીના મહાન વ્યક્તિત્વના એક એવા વણજોયા પાસાને લોકો સમક્ષ રજુ કર્યો, જેના અંગે લોકો ક્યારેય વિચારી પણ શક્તા ન હતા કે તેઓ જાણતા પણ ન હતા.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે