બગદાદમાં અમેરિકાના એરબેઝ પર રોકેટ હુમલો, 4 ઈરાકી એરમેન ઈજાગ્રસ્ત

 ઈરાને ઇરાકમાં અમેરિકા અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 4 જેટલા રોકેટથી હુમલો કર્યો છે.

બગદાદમાં અમેરિકાના એરબેઝ પર રોકેટ હુમલો, 4 ઈરાકી એરમેન ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ વિશ્વ અત્યારે ઈરાન તરફ જોઈ કહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જંગનો ખતરો જોવા મળી રહ્યો છે. ઈરાને ઇરાકમાં અમેરિકા અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 4 જેટલા રોકેટથી હુમલો કર્યો છે. ઈરાને આજે અમેરિકા પર મોટો હુમલો કર્યો છે. તેણે ઇરાકમાં સૈન્ય ઠેકાણા પર 4 રોકેટ છોડ્યા છે. તેમાં ચાર લોકોને ઈજા થઈ છે. 

વોશિંગટન અને તેહરાન વચ્ચે ઉભા થયેલા તણાવને જોતા બગદાદના અલ-બલાડ એરબેઝથી પહેલા જ મોટી સંખ્યામાં અમેરિકી વાયુ સૈનિક ત્યાંથી જતા રહ્યાં છે. આજના હુમલાને પણ ઈરાન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે કારણ કે ચાર દિવસ પહેલા જ 8 જાન્યુઆરીએ ઈરાને અમેરિકાના એરબેઝ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. 

— Press TV (@PressTV) January 12, 2020

ઈરાનની સરકારી ટીવી ચેનલ પ્રેસ ટીવી પ્રમાણે ઇરાક સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણા પર ઈરાને સાત મોર્ટાર બોમ્બ ફેંક્યા છે. ઈરાની ગાર્ડનું કહેવું છે કે, તેના હુમલાનો ઈરાદો અમેરિકાના સૈનિકોને મારવાનો નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે ઈરાને આ હુમલાથી જણાવી દીધું છે કે અમેરિકા વિરુદ્ધ તેનું વલણ ઢીલું પડ્યું નથી. 

મહત્વનું છે કે જ્યાં અમેરિકા ઈરાન સાથે વાતચીત માટે તૈયાર છે, તો હવે એવી સ્થિતિઓ દેખાઈ રહી છે કે બંન્ને દેશો વચ્ચે સંબંધ સામાન્ય થવાના નથી. ઈરાને ઇરાક સ્થિતિ અમેરિકાના સૈન્ય ઠેકાણા પર રોકેટ હુમલો કર્યો છે. અમેરિકાની સેનાનું વલણ રહ્યું છે કે તે ક્યારેય હુમલા બાદ ચુપ બેસતી નથી. તેવામાં બંન્ને વચ્ચે તણાવ વધી શકે છે. 

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને લઈને નરમ પડતા જોવા મળ્યાં હતા. ઈરાનમાં પોતાની જ સરકારને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા પ્રદર્શનકારીઓને ન મારવાની વાત કરી હતી. 

ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીનું અમેરિકાની એર સ્ટ્રાઇકમાં મોત થયા બાદ બદલો લેતા રોકેટ હુમલો કર્યો હતો. ઈરાને તેમાં ઘણા અમેરિકી સૈનિકને નુકસાન થવાનો દાવો કર્યો હતો પરંતુ વોશિંગટને આ દાવાને નકારી દીધો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news