જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ એનાયત, આ ખેલાડીઓનું થયું સન્માન

મુંબઈમાં આયોજીત બોર્ડના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં બુમરાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અર્જુન એવોર્ડ વિજેતા પૂનમ યાદવને બેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) એવોર્ડ આપવામાં આવ્યો હતો. 
 

જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ એનાયત, આ ખેલાડીઓનું થયું સન્માન

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું બીસીસીઆઈએ પોલી ઉમરીગર એવોર્ડ (બેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર 2018-2019)થી સન્માન કર્યું છે. મુંબઈમાં આયોજીત બોર્ડના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં બુમરાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

આ વચ્ચે અર્જુન એવોર્ડ વિજેતા મહિલા ક્રિકેટર પૂનમ યાદવને બેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મહિલા વર્ગમાં બીસીસીઆઈ તરફથી મળતો સર્વોચ્ચ એવોર્ડ છે. 

— BCCI (@BCCI) January 12, 2020

મયંક અગ્રવાલને બેસ્ટ આંતરરાષ્ટ્રીય પર્દાપણ (પુરૂષ) અને શેફાલી વર્માને બેસ્ટ આંતરરાષ્ટ્રીય પર્દાપણ (મહિલા વર્ગ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

— BCCI (@BCCI) January 12, 2020

બુમરાહને દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ
જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડની સાથે-સાથે 2018-2019માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવા માટે દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ મળ્યો છે. પુરૂષ ટીમમાં જ્યાં બુમરાહને બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર માટે પસંદ કરાયો તો મહિલા ટીમમાં આ એવોર્ડ પૂનમ યાદવને આપવામાં આવ્યો હતો. 

— BCCI (@BCCI) January 12, 2020

શ્રીકાંત અને અંજુમને પણ સન્માન
પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત અને અંજુમ ચોપડાને ક્રમશઃ કર્નલ સીકે નાયડૂ લાઇફ ટાઇમ અચીવમેન્ટ અને બીસીસીઆઈ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંજુમ 100 મહિલા વનડે આંતરરાષ્ટ્રીય રમનારી પ્રથમ ભારતીય છે. તો 72 વર્ષના દિલીપ દોષીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે પટૌડી લેક્ચર પણ આપ્યું હતું. 

She is the first Indian to play 100 WODIs.#NAMAN pic.twitter.com/6OM45MkEt7

— BCCI (@BCCI) January 12, 2020

— BCCI (@BCCI) January 12, 2020

બુમરાહે નિભાવી હતી ઓસ્ટ્રેલિયામાં જીતમાં મહત્વની ભૂમિકા
વર્લ્ડના નંબર વન વનડે બોલર બુમરાહે પાછલા વર્ષે જાન્યુઆરીમાં આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. ત્યારબાદથી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ (5  લવિકેટ હોલ) લઈને ઈતિહાસ રચ્યો છે. તે આમ કરનાર પ્રથમ એશિયન બોલર બન્યો છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, જે ઓસ્ટ્રેલિયામાં રમાઇ હતી તેમાં ઓસ્ટ્રેલિયા  વિરુદ્ધ 2-1થી ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news