ડોનાલ્ડ ટ્રમ્પ હાજીર હો...મોઢું બંધ રાખવા માટે પોર્ન સ્ટારને છાનામાના પૈસા આપવાનો આરોપ

ગત અઠવાડિયે, મેનહટન ગ્રાન્ડ જ્યુરીએ તેમની સામે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ આજે મેનહટનની કોર્ટમાં હાજર થશે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ અપરાધિક આરોપનો સામનો કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હાજીર હો...મોઢું બંધ રાખવા માટે પોર્ન સ્ટારને છાનામાના પૈસા આપવાનો આરોપ

પોર્ન સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના મામલામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટમાં હાજર થશે. જો કે, ફોજદારી આરોપોમાં કોર્ટ તેની સામે શું સજા કરશે? જો સજા થશે તો શું તે આત્મસમર્પણ કરશે? શું કોર્ટ માત્ર દંડ ફટકારીને છોડી મુકશે? આ સવાલોના જવાબ સુનાવણી બાદ જ મળશે. ટ્રમ્પ સોમવારે કોર્ટમાં હાજરી આપવા માટે તેમના ખાનગી જેટમાં ફ્લોરિડાથી ન્યૂયોર્ક પહોંચ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેણે 2016માં ચૂંટણી પ્રચાર દરમિયાન પોર્ન સ્ટાર સાથે સમય વિતાવ્યો હતો અને બાદમાં તેણીને મોં બંધ રાખવા માટે કેટલાક પૈસા આપ્યા હતા. ગોપનીય રીતે પૈસા આપવાના આ મામલે ટ્રમ્પની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી.

ગત અઠવાડિયે, મેનહટન ગ્રાન્ડ જ્યુરીએ તેમની સામે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ આજે મેનહટનની કોર્ટમાં હાજર થશે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ અપરાધિક આરોપનો સામનો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પ્રેઝન્ટેશન પહેલા તેઓ 'ટ્રમ્પ ટાવર'માં રોકાવાના છે અને અહીંથી કોર્ટ માટે રવાના થશે.

ટ્રમ્પના ગુનાહિત આરોપને ધ્યાનમાં રાખીને, તેમના સમર્થકો આજે શહેરમાં વિરોધ પ્રદર્શન કરી શકે છે. જો કે પ્રશાસને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે. આ સાથે આ કેસને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીનો રસ્તો પણ મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

આ સમગ્ર મામલાને લઈને ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું કે, 'હું સોમવારે બપોરે 12 વાગ્યે માર-એ-લાગોથી નીકળીને ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર જઈશ. હું મંગળવારે સવારે કોર્ટમાં જાઉં છું, માનો કે ના માનો. અમેરિકા સાથે આવું ન થવું જોઈએ!' મળતી માહિતી મુજબ આજે થનારી સુનાવણીમાં વધુ સમય નહીં લાગે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news