મમતાની દેવીઃ ભૂખને લીધે રડતા બાળકને એરહોસ્ટેસે પોતાનું દૂધ પીવડાવ્યું
ફિલિપિન્સ એરલાઈન્સની એરહોસ્ટેસ પત્રિશાએ એક અન્ય મહિલના બાળકને પોતાનું દૂધ પીવડાનીને મમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, આ નેક કામ કરવા બદલ પત્રિશાને તાત્કાલિક પ્રમોશન આપવામાં આવ્યું હતું
Trending Photos
નવી દિલ્હીઃ માતાની મમતા બાળક માટે કેટલી વિશાળ હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ એક ત્રીજી મહિલા જ્યારે કોઈ માસુમ બાળકને માતા બનીને પોતાનું દૂધ પીવડાવે છે ત્યારે એ મહિલાનું માતાના સ્વરૂપમાં કદ વધુ મોટું થઈ જાય છે.
ફિલિપિન્સની એક એરહોસ્ટેસ અત્યારે આ કારણે જ ચર્ચામાં છે. ફિલિપિન્સ એરલાઈન્સમાં કામ કરતી પત્રિશા નામની એક એરહોસ્ટેસ 6 નવેમ્બરના રોજ એક વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
તેનું વિમાન ટેકઓફ કરી ચૂક્યું હતું. એટલામાં એક નવજાત બાળક અચાનક જ રડવા લાગ્યું. બાળકની માતા તેને ચૂપ કરાવવા માટે પુરતા પ્રયાસ કરી રહી હતી, પરંતુ બાળક ચુપ થવાનું નામ લેતું ન હતું. બાળકને ભૂખ લાગી હતી.
બાળકના રડવાનો અવાજ સાંભળીને એરહોસ્ટેસ પત્રિશા પણ ત્યાં પહોંચી. બાળકની માતાએ જણાવ્યું કે, ફોર્મ્યુલા મિલ્ક ખલાસ થઈ ગયું છે. આથી પત્રિશાએ પોતાનું દૂધ પીવડાવાની ઓફર કરી. એ સમયે આ સિવાય આકાશમાં બીજો કોઈ વિકલ્પ ન હતો કે જેનાથી બાળકનું પેટ ભરી શકાય.
તેની માતા આ માટે તૈયાર થઈ ગઈ અને પત્રિશાએ બાળકને પોતાનું દૂધ પિવડાવાનું શરૂ કર્યું. દૂધ પીવાની સાથે જ બાળક ચુપ થઈ ગયું. આ ઘટના જોઈને ફ્લાઈટમાં હાજર સૌ લોકો ભાવવિભોર થઈ ગયા. બાળકી માતાએ પત્રિશાનો હૃદયપૂર્વક આભાર માન્યો.
આ સમગ્ર ઘટના અંગે પત્રિશાએ જણાવ્યું કે, હું પણ એક માતા છું અને માતૃત્વના અનુભવને સારી રીતે સમજી શકું છું. એક માતા માટે ભૂખથી રડી રહેલું બાળક કેટલી તકલીફ આપતી ક્ષણ હોય છે.
ફિલિપિન્સ એરલાઈન્સના અધિકારીઓને જ્યારે પત્રિશાના આ નેક કામની જાણ થઈ તો તેમણે તાત્કાલિક તેને પ્રમોશન આપી દીધું. આ ઉપરાંત પત્રિશાનો બાળકને દૂધ પીવડાવતો ફોટો તેની સ્ટોરી સાથે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દરેક જણ તેની પ્રશંસા કરી રહ્યું છે.
ફેસબૂક પર આ પોસ્ટને 29 હજારથી વધુ લોકોએ શેર કરી છે, 6300 લોકોએ કોમેન્ટ કરી છે અને 1.44 લાખ લોકોએ લાઈક કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે