Indonesia: જેલમાં ભીષણ આગ લાગી, 41 કેદીઓ જીવતા ભડથું થઈ ગયા
ઈન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની એક જેલમાં મધરાતે એક ભીડભાડવાળા બ્લોકમાં ભીષણ આગ લાગી, જેમાં 41 જેટલા કેદીઓના મોત થયા છે.
Trending Photos
જકાર્તા: ઈન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની એક જેલમાં મધરાતે એક ભીડભાડવાળા બ્લોકમાં ભીષણ આગ લાગી, જેમાં 41 જેટલા કેદીઓના મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગની પ્રવક્તા રિકા અપરિન્તીએ કહ્યું કે તંગરેંગ જેલ બ્લોકમાં રાતે લગભગ 1થી 2ની વચ્ચે આગ લાગી. તેમણે જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે.
જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી
બેન્ટરન પ્રાંતની તંગરેંગ જેલના બ્લોક સીમાં આગ લાગી. જ્યાં જેલમાં ક્ષમતા કરતા વધુ કેદી રાખવામાં આવ્યા હતા. આ બ્લોકમાં 122 કેદીઓ રાખવાની ક્ષમતા છે. પરંતુ હાલ કેટલા કેદીઓ હતા તેની પુષ્ટિ થવાની હજુ બાકી છે. રિકા અપરિન્તીએ જણાવ્યું કે જેલના આ બ્લોકમાં નશીલી દવાઓ સંબંધિત અપરાધો સંલગ્ન કેદીઓને રાખવામાં આવ્યા હતા.
#UPDATE A fire has torn through an Indonesian prison on Java island, killing 41 people and injuring dozens of others, an official says.
The blaze at the Tangerang penentiary, just outside Jakarta, broke out in the early hours when most inmates were asleep pic.twitter.com/AReDa8D7QV
— AFP News Agency (@AFP) September 8, 2021
મોટા ભાગના કેદીઓ સૂતા હતા
આગ બુધવારે રાતે 1 કે 2 વાગ્યાની આસપાસ લાગી અને આ સમયે મોટાભાગના કેદીઓ સૂતા હતા. અકસ્માતમાં અનેક કેદીઓ ગંભીર રીતે દાઝી ગયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને તંગરંગ જેલના બ્લોક સીને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે