USથી ભારતીયો માટે આવ્યા ખુબ રાહતના સમાચાર, કોર્ટે ટ્રમ્પના આદેશને 'કચરા ટોપલી'માં નાખ્યો

જે  આદેશે લાખો ભારતીયોની ઊંઘ હરામ કરી નાખી હતી તે આદેશને કોર્ટે કચરા ટોપલીમાં નાખી દીધો એટલે કે તેના પર રોક લગાવી દીધી છે. 

USથી ભારતીયો માટે આવ્યા ખુબ રાહતના સમાચાર, કોર્ટે ટ્રમ્પના આદેશને 'કચરા ટોપલી'માં નાખ્યો

વોશિંગ્ટન ડીસી: અમેરિકા (America) ની કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના એ નિર્ણયને કચરા ટોપલીમાં નાખી દીધો છે જેણે ભારતીયોની ઊંઘ હરામ કરી નાખી હતી. ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પર પ્રતિબંધ મૂકતો આર્ડર પાસ કર્યો હહતો. કોર્ટના આ ચુકાદા માટે ગ્રાઉન્ડ ભારતીય મૂળના જજ અમિત મહેરા (Amit Mehra) એ તૈયાર કર્યું હતું. જેમણે ડોનાલ્ડ ટ્રમ્પના વિઝા બેન (Visa Ban) ના નિર્ણય પર કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિઝા કે ઈમિગ્રેશન સંબંધિત નિર્ણય લેવાનો અધિકાર છે જ નહીં. 

ઓગસ્ટમાં જજ અમિત મહેરાએ આપ્યો હતો ચુકાદો
કોલંબિયાના ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેરાએ ઓગસ્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પને વિઝા પ્રતિબંધનો નિર્ણય લેવાનો અધિકાર જ નથી. તે મસયે આ મામલે સુનાવણી ચાલુ હતી. જેના પર હવે કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જેફ્રે વ્હાઈટ (District Judge Jeffrey White)એ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. 

જજ જેફ્રે વ્હાઈટે શું કહ્યું?
ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રે વ્હાઈટે કહ્યું કે અમેરિકાનું બંધારણ કોંગ્રેસ એટલે કે સંસદ પ્રત્યે જવાબદાર છે, રાષ્ટ્રપતિ પ્રત્યે નહીં. તેમણે બંધારણની કલમ 1 નો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈમિગ્રેશન પોલીસીનો નિર્ણય  લેવાનો અધિકાર કોંગ્રેસ (Congress)ને છે. રાષ્ટ્રપતિને સીધી રીતે આ પ્રકારનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. 

જો કે આર્ટિકલ 2 હેઠળ રાષ્ટ્રપતિ એવો કોઈ નિર્ણય લઈ શકે છે, પરંતુ આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના જોખમ હેઠળ હોઈ શકે છે. રોજગારને આધાર બનાવીને નહીં. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે આદેશ બહાર પાડ્યો તે રાજાશાહી જેવો હતો. જ્યારે અમેરિકા એક લોકશાહી દેશ છે અને ઈમિગ્રેશન પોલીસી જેવા મામલાઓ પર કોંગ્રેસની સહમતિ વગર આવા આદેશ બહાર પાડી શકાય નહીં. 25 પાનાના પોતાના ચુકાદામાં તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના ચુકાદા માટે માહોલ યોગ્ય નહતો. 

ટ્રમ્પે જૂનમાં H-1B, H-2B, L અને J, વિઝા પર રોક લગાવી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે જૂન માસમાં H-1B, H-2B, L અને J વિઝા આપવા પર રોક લગાવી હતી અને કહ્યું હતું કે તેનાથી અમેરિકાના નાગરિકોના હિતોની રક્ષા થશે અને તેમને રોજગારી મળશે. ટ્રમ્પે કોરોના મહામારીના કારણે અમેરિકી નાગરિકોની બેરોજગારી ખતમ કરવા માટે આ પગલું ભર્યુ હતું. 

તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી અમેરિકી નાગરિકોને એ નોકરીઓ મળશે જે બહારથી આવેલા લોકોને મળતી હતી અને  આપણા નાગરિકો બેરોજગાર બની જતા હતાં. તેમના આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય કાયદાકીય રીતે ખોટો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news