US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ નજીકના મહિલા સહયોગી હોપ હિક્સ (Hope Hicks) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ વ્હાઈટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો અને તાબડતોબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ હોમ ક્વોરન્ટિન થયા હતા અને તેમના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા.

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ નજીકના મહિલા સહયોગી હોપ હિક્સ (Hope Hicks) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ વ્હાઈટ હાઉસમાં ખળભળાટ મચી ગયો હતો અને તાબડતોબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ હોમ ક્વોરન્ટિન થયા હતા અને તેમના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા.નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ટ્રમ્પે પોતાના કટ્ટર હરિફ જો બિડેનના માસ્ક પહેરવા પર મજાક ઉડાવી હતી. 

ટ્રમ્પની સાથે કરી હતી મુસાફરી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો. હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Coronavirus Test) આવ્યા બાદ સૌનું ધ્યાન ટ્રમ્પ તરફ હતું. 

— ANI (@ANI) October 2, 2020

ટ્રમ્પના જમાઈ પણ હિક્સ સાથે હતા
હિક્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તે અનેક લોકોને મળી હતી. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર, ડેન સ્કૈવિનો અને નિકોલસ લૂનાની સાથે મરીન વનમાં હિક્સ છેલ્લીવાર જોવા મળી હતી. ચોંકાવનારી વાત એ છે કે, તેમાંથી કોઈએ પણ ચહેરા પર માસ્ક પહેર્યું ન હતું. 

'હિક્સ માસ્ક પહેરતી હતી, છતા પણ પોઝિટિવ'
આ અગુઆ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે હોપ હિક્સ, જે કોઈ પણ બ્રેક લીધા વગર મહેનતથી કામ કરતી હતી, તે કોરોના પોઝિટિવ આવી છે. આ ખુબ ખરાબ છે. ફર્સ્ટ લેડી અને હું અમારા ટેસ્ટના પરિણામોની રાહ જોઈએ છીએ. આ દરમિયાન અમે ક્વોરન્ટિન પ્રોસેસ શરૂ કરી દીધી છે. કોરોનાને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોઝિટિવ આવી છે, તે મહેનતી છે, તે ખુબ માસ્ક પહેરે છે. પરંતુ છતાં પોઝિટિવ આવી. 

આ બાજુ વ્હાઈટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે રાષ્ટ્રપતિ પોતાના અને પોતાના સમર્થનમાં કામ કરતા લોકો અને અમેરિકાની જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખુબ ગંભીરતાથી લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news