Exclusive: કરાંચીના આ વિસ્તારમાં રહે છે ભારતનો દુશ્મન નંબર-1 દાઉદ ઇબ્રાહિમ
અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) પર મોટો ખુલાસો થયો છે. અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. અમે તમને દાઉદના આખી પેઢી વિશે જાણકારી જણાવી રહ્યાં છે જે તમે પહેલા ક્યારે ના જોઇ અને ના સાંભળી હશે.
Trending Photos
ઇસ્લામાબાદ: અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) પર મોટો ખુલાસો થયો છે. અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. અમે તમને દાઉદના આખી પરિવાર વિશે જાણકારી આપી રહ્યાં છે જે તમે પહેલા ક્યારે નહીં જોઇ કે નહીં સાંભળી હશે. આ ZEE Newsનો વર્લ્ડ EXCLUSIVE ખુલાસો છે.
દાઉદ ઇબ્રાહિમનું ઘર આટલા નજીકથી તમે પહેલા ક્યારે પણ નહીં જોયું હોય. કરાંચીમાં દાઉદના ઘરની આગળ બેરીકેડ્સ લગાવવામાં આવ્યા છે અને ઘરના ધાબે એક સુરક્ષા ચોકી પણ બનાવી છે. દાઉદ ઇબ્રાહિમ તેના પરિવાર સાથે જ સંપૂર્ણ સુરક્ષામાં રહે છે અને તેના માટે તેણે એક એવો વિસ્તાર પસંદ કર્યો છે જ્યાં પાકિસ્તાની સેનાના અધિકારી રહે છે. આ ઘરનું એડ્રેસ છે ડી-13 બ્લોક 4, KDA સ્કીમ 5, ક્લિફટન કરાંચી, પાકિસ્તાન.
કરાંચીના ક્લિફટન વિસ્તારમાં દાઉદ ઇબ્રાહિમનું ઘર છે જ્યાં તે વ્હાઇટ હાઉસના નામથી ઓળખાય છે. દાઉદના ઘરની પાસે તેના ભાઇ અનીસ અને નૂરા ઇબ્રાહિમનું પણ ઘર છે. ક્લિફટન કરાંચીનો સૌથી પોશ વિસ્તાર છે અને આ વિસ્તારમાં રશિયાનું દુતાવાસ પણ છે. ઉંચી ઉંચી બિલ્ડિંગો અને શોપિંગ મોલ્સ પણ છે.
દાઉદ ઇબ્રાહિમના પરિવારમાં દાઉદ સહિત કુલ 9 સભ્યો છે. દાઉદનું આખું નામ દાઉદ ઇબ્રાહિમ કાસકર છે અને તેની પત્નીનું નામ છે મહજબીન શેખ. દાઉદના પુત્રનું નામ મોઇન નવાજ છે. જેની પત્નીનું નામ સોનિયા મોઇન શેખ છે. દાઉદની ત્રણ દિકરીઓ પણ છે જેમાં પેહલી દીકરીનું નામ છે મહરૂખ જુનેદ મિયાંદાદ જેના લગ્ન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનેદ મિયાંદાદ સાથે થયા છે. બીજા નંબરની દીકરીનું નામ છે મહરીન જેના પતિનું નામ છે ઓરંગઝેબ મહમૂદ. દાઉદ ઇબ્રાહિમની ત્રીજી દીકરીનું નામ માઝિયા શેખ છે.
દાઉદના આંતરરાષ્ટ્રીય વેપાર ઝબીર મોતીવાલા જોવે છે. જેની બ્રિટન પોલીસે 2018માં ધરપકડ કરી હતી. જબીર મોતીવાલાની તલાસ અમેરિકાની તપાસ એજન્સી FBIને પણ છે અને ટુંક સમયમાં બ્રિટેન જબીર મોતીવાલાને અમેરિકાને સોંપી શકે છે કેમ કે, જબીર મોતીવાલા અમેરિકામાં ડ્રગ્સનો વેપાર કરતો હતો, અને મની લોન્ડ્રિંગને અંજામ આપતો હતો. જબીરના પ્રત્યર્પણની મંજૂરી બ્રિટનની એક નીચલી કોર્ટે આપી છે અને ટૂંક સમયમાં તેને અમેરિકાને સોંપવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે