આજથી અમેરિકામાં બધા વયસ્ક નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે, બાઇડેને કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) એ કોવિડ વેક્સિનેશન પર ઉંમરના આધારે લાગેલા પ્રતિબંધોને સમાપ્ત કરી દીધા છે. તેમણે જાહેરાત કરી કે હવે અમેરિકાના બધા વયસ્ક નાગરિકો કોરોના વેક્સિન લગાવી શકે છે.
 

આજથી અમેરિકામાં બધા વયસ્ક નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે, બાઇડેને કરી જાહેરાત

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) એ કોવિડ વેક્સિનેશન પર ઉંમરના આધારે લાગેલા પ્રતિબંધોને સમાપ્ત કરી દીધા છે. તેમણે જાહેરાત કરી કે હવે અમેરિકાના બધા વયસ્ક નાગરિકો કોરોના વેક્સિન લગાવી શકે છે. બાઇડેને મહિના પહેલા 1 મેથી બધા નાગરિકોને વેક્સિન લગાવવાની યોજના બનાવી હતી, પરંતુ તેમણે તેની જાહેરાત 2 સપ્તાહ પહેલા કરી દીધી છે. 

આ માટે બદલ્યો પ્લાન
જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં ઘણા રાજ્યોએ બધા વયસ્ક નાગરિકોને વેક્સિન આપવાની યોજના પહેલાથી શરૂ કરી દીધી છે. તેમાં વોશિંગટન ડીસી અને પ્યૂર્ટો રિકો સામેલ હતા. ત્યારબાદ સોમવારે હવાઈ, મૈસાચુસેટ્સ, ન્યૂ જર્સી, ઓરેગન, રોડ આઇલેન્ડ અને વર્મોટે પણ પોતાના બધા નાગરિકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ કારણે બાઇડેને સમય પહેલા દેશભરમાં વયસ્ક વસ્તીને વેક્સિન આપવાની જાહેરાત કરી છે. 

અડધી વસ્તીને આપી દેવામાં આવી વેક્સિન
અમેરિકાના સેન્ટર્સ ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જણાવ્યુ કે, લગભગ અડધા અમેરિકી વયસ્કોને કોવિડ વેક્સિનનો એક ડોઝ આપવામાં આવી ચુક્યો છે. તેમાંથી 32.5 ટકા વયસ્કોને વેક્સિનના બન્ને ડોઝ લાગી ગયા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે દાવો કર્યો કે જો અત્યારની સ્પીડથી લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે તો અમેરિકામાં જૂનના મધ્ય સુધી 70 ટકા વસ્તીને રસીના ડોઝ આપી શકાય છે. 

મેના અંતમાં તમામ અમેરિકીઓને વેક્સીનેટ કરવાનો પ્લાન
અમેરિકાએ તો મેના અંત સુધી પોતાની બધી વયસ્ક વસ્તીને વેક્સિનેશનનો પ્લાન બનાવ્યો હતો. ભારતથી વસ્તીના મામલામાં નાનો દેશ હોવા છતાં અમેરિકા રોજ 31,40000 લોકોને વેક્સીનેટ કરી રહ્યો છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા અનુસાર કોરોના વાયરસ વેક્સિનના  209,406,814 ડોઝ લોકોને આપવામાં આવી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news